અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર કન્ટેનરમાં અમદાવાદ લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો.
નરેશ ગનવાણી બુરોચીફ નડિયાદ
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર કન્ટેનરમાં અમદાવાદ લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
ખેડાના ગોબલેજ પાસે પસાર થતાં અમદાવાદ-મુંબઈને જોડતાં નેશનલ હાઇવે નંબર ૪૮ પર કન્ટેનરમાં અમદાવાદ લઈ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો જથ્થો પકડીપડાયો છે. ફોર અને ટુ વ્હીલર મુકવામાટેના કન્ટેનરમાં ગુપ્ત ખાનામાંથી રૂપિયા ૨૩.૯૮ લાખનો દારૂ મળી આવ્યો આ બનાવમાં કન્ટેનર ચાલક પાછળ આવતી પાઈલોટીગ કરતી કારમાં બેસી ફરાર થયો છે. જ્યારે ક્લિનર ભાગવા જતાં પોલીસના હાથે પકડાઈ ગયો છે. પાયલોટીગ કરતીકારમા સવાર સહિત ફરાર થયેલા અને પકડાયેલા એક આરોપી સહિત કુલ ૪ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધાયો છે. ખેડા ટાઉન પોલીસે ગોબલજ ગામ પાસેથી પસાર થતાં હાઈવે નંબર ૪૮ પર વડોદરાતરફથી આવતી સફેદ કલરના કન્ટેનર ને રોકવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન આ કન્ટેનરના ચાલકે થોડે દુર આ વાહનને ઊભુ કરી ને પોલીસ પહોંચે તે પહેલાં જ આકન્ટેનરનો ચાલક પાછળ આવતી કારમા બેસી ભાગી ગયો હતો. પોલીસે કારનો પીછો કરવા લાગી તે દરમિયાન ઉપરોક્ત કન્ટેનરમાંથી ક્લીનર ઉતરી ખેતરમાં ભાગવાલાગ્યો હતો. પોલીસે આ વ્યક્તિને ઝડપી લીધો હતો અને તેને સાથે રાખી કન્ટેનરમાં તપાસ હાથ ધરી હતી. કન્ટેનર પાછળ તપાસ હાથ ધરતાં ફોર અને ટુ વ્હીલર મુકવામાટેના કન્ટેનર હતું આ કન્ટેનર બે ભાગમાં વહેંચાયેલું હતું. ડ્રાઈવર પાછળના ભાગે ૧૨ ફુટ પહોળુ અને ૧૨ ફુટ ઉંડા પતરાના ગુપ્ત ખાનુ મળી આવ્યું હતું. જેમાં તપાસ હાથ ધરતાં વિદેશી દારૂની નાનીમોટી પેટીઓ મળીકુલ રૂપિયા ૨૩ લાખ ૯૮ હજાર૮૦૦ નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ક્લિનરની પુછપરછ કરતા તેણે પોતાનું નામ ગુરૂદીપસિગ ઉર્ફેગોપી સોનસિગ સ્વરણસીગ જાટ શીખ (રહે.ગડશંકર, પંજાબ) હોવાનું જણાવ્યું હતું. અને વધુ પુછપરછમાં આવતી પાયલોટીગ કરતી કારમાં ફરાર થયેલા ઉપરોક્ત કન્ટેનર ચાલક રાજુરામ (રહે.રાજસ્થાન) ફરાર થયો અને કારમાંફૌજીભાઈ તેમજ કાળુભાઈ (બંને રહે.હરીયાણા) સવાર હતા. આ વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ લઈ જવાતો હતો અને રાજુરામ જણાવે તે જગ્યાએ આ દારૂનો જથ્થો પહોચાડવાનો હતો. આમ પોલીસે કુલ ૪ વ્યક્તિઓ સામે પ્રોહીબીશનએક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની તપાસમાંઆ કન્ટેનર આર.સાઈ લોજીસ્ટીકઈન્ડિયા પ્રા.લી. નાગાલેન્ડ ખાતેનીહોવાનું જાણવા મળ્યું છે.