મહેમદાવાદના રહિશો ગટરના પાણી રસ્તા પર આવી જતા પરેશાન
નરેશ ગનવાણી -બ્યુરોચીફ -નડિયાદ
મહેમદાવાદના રહિશો ગટરના પાણી રસ્તા પર આવી જતા પરેશાન
મહેમદાવાદ શહેરના વોર્ડ નં.૨ માં આવેલ સોકત મહોલ્લા જે વોર્ડ નં. ૨ માં આવે છે અહીં બારેમાસ ગટરના ગંદા પાણી રસ્તા ઉપર આવી જાય છે જેથી આ વિસ્તારના રહીશો દ્વારા સ્થાનિક કોર્પોરેટર ને વારંવાર રજૂઆતો કરવાથી તેઓ ગટરની સફાઈ કરાવે છે પણ ત્યારબાદ થોડા સમયમાં પહેલા જેવી સ્થિતિનું નિર્માણ થઈ જાય છે તો હાલમાં જ ક મોસમી વરસાદના કારણે આ વિસ્તારમાં ફરી પાછા પાણી ભરાઈ ગયા છે તો આ મસ્જિદમાં જવા માટે પણ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે તેમજ વરસાદી પાણીનો પણ હાલમાં સંગ્રહ થઈ ગયો હોવાથી અહીંના રહેવાસીઓએ પાલિકામાં ચીફ ઓફ્સિરને લખેલ અરજીમાં સ્થાનિકોએ પાલિકા પાસે આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવાની વાત કરી છે. અહીં ૧૪૦ મકાનોમાં મોટાભાગે મુસ્લિમ વસ્તી હોવાથી એક કે બે નાવડીઓની વેવસ્થા કરી આપવાની માંગ કરી છે. ઔડામાં સમાવેશ થઈ ગયો હોવા છતાં શહેરની આવી દુર્દશા છે.

