ફતેપુરા તાલુકાના સલરા ગામે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી.
પ્રવીણ કલાલ ફતેપુરા
ફતેપુરા તાલુકાના સલરા ગામે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી.
ગાયત્રી પરિવારના સંતો મહંતોના હસ્તે રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંપન્ન થશેફતેપુરા તાલુકાના સલરા ગામે ભગવાન શ્રીરામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાનજી મળી રામ દરબાર ની પ્રતિમા ઓ ની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે મંદિરનું નિર્માણ કરી ભગવાન શ્રીરામની પ્રતિમાઓ સાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજન વીધી કરી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે બે દિવસથી દરમિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે ભક્તો ફતેપુરા ના રોજ માર્ગો પર ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે કાઢવામાં આવી હતી બીજા દિવસે ગાયત્રી પરિવારના સંતો મહત્ત્વની ઉપસ્થિતિમાં હવન પૂજન કરી ભગવાન શ્રીરામ સહિત રામ દરબારની પ્રતિમાઓનું વિધિવત રીતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે જેને લઈને સલરા ગામ સહિત ફતેપુરા માં ભક્તિમય માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે