ફતેપુરા તાલુકો કુપોષણ મુકત કરવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી.

પ્રવીણ કલાલ ફતેપુરા

ફતેપુરા તાલુકો કુપોષણ મુકત કરવા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી

ફતેપુરા આઇસીડીએસ દ્વારા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન પ્રમાણે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી યુનાઇટેડ નેશનલ જનરલ આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરતો ઠરાવ પણ કરવામાં આવ્યો હતો પોષણ પખવાડીયાની ઉજવણીના રૂપે તા.૦૧/૦૪/૨૦૨૩ ના રોજ ફતેપુરા ઘટક -૧ અને ૨ ના જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ પોષણ પખવાડીયા ઉજવણી અંતર્ગત ઇન્ચાર્જ સીડીપીઓશ્રી, મુખ્યસેવીકા, BNM P. S. E અને વર્કર દ્ધારા વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું. તેમજ બાળ રમતની હરીફાઈ યોજવામાં આવી હતી. જેમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય સ્થાને આવનાર બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યું હતું. તેમજ યુનાઈટેડ નેશનલ જનરલ એસમ્બલીએ -૨૦૨૩”આતર રાષ્ટ્રીય મિલેટ વર્ષ “(બાજરાવર્ષ ) તરીકે જાહેર કરતો ઠરાવ કરેલ છે. જે ધ્યાને લેતા આ પોષણ પખવાડીયાની ઉજવણીમાં મિલેટ નો પ્રચાર -પ્રસાર અને તેના ઉપયોગ અંગેની જાગૃતિ માટેની પ્રવુતિઓ પર ભાર મુકવામાં આવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: