ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામે અગમ્ય કારણોસર આગ લાગતાં મકાન સહિત ઘર વખરીનો સમાન બળીને રાખ.
વનરાજ ભૂરીયા ગરબાડા
ગરબાડા પંથકમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના માં નોંધપાત્ર વધારો એક અઠવાડિયા ત્રીજી ઘટના
ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામના કામાવીરા ફળિયા ના રહેવાસી ગોહિલ સામાભાઇ રૂપસિંહ ભાઈના મકાનમાં તારીખ ૦૩/૦૪/૨૦૨૩ ના સોમવાર ના રોજ સવારના ૪ વાગ્યાના સમયે અચાનક અગમ્ય કારણોસર આગ લાગતાં ઘરવખરી સહિતનો સામાન બળીને ખાખ થયો હતો આ અંગેની જાણ ગામના તલાટી કમ મંત્રી ને કરાતાં પંચક્યાસ કરી સહાય ચૂકવવાના કાગળો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખ ને છે કે ગરબાડા પંથકમાં કાળજાળ ગરમીના ઉનાળાના સમયમાં આગ લાગવાની ઘટનામાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે