ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ્રૂ હોસ્પિટલમાં સર્જરી વિભાગ દ્વારા ૬૨ વર્ષની ઉમરના સ્ત્રીને છેલ્લા ૧૫ વર્ષ જૂની ગાઠ નું સફળ ઓપરેસન કરાયું.
રાજ ભરવાડ
અલીરાજપુર ગામના રહેવાસી ૬૨ વર્ષની ઉમરના સ્ત્રી ને છેલ્લા ૧૫(પંદર) વર્ષથી જમણી બાજુના સ્તન માં એક નાની ગાઠ થી પીડાતા હતા, છેલ્લા ૫(પાંચ) વર્ષથી ગાઠ ધીમે ધીમે વધીને ખુબજ મોટી થય ગઈ હતી . અને તે આશરે ૧૪-૧૫(પંદર) કે.જી. વજનની થઈ ગઇ હોવાથી તેમને ચાલવા માં હરવા-ફરવા માં અને સુવામાં મુશ્કેલી પડતી હતી અને તેઓને રોજીંદી ક્રિયા કરવામાં તકલીફ પડતી હતી. તા.૨૩-૩-૨૦૨૩ ના રોજ ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ્રૂ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં દાખલ થયા હતા . તેમનું ઓપરેશન જટિલ સ્વરૂપે પાર પાડવામાં આવ્યું હતું. જે સર્જરી વિભાગ ના વડા ડો.શૈલેશ કે રાઠોડ ના માર્ગદર્શન હેઠળ ડો.શૈલેશ પરમાર, ડો.શની પ્રજાપતિ, ડો.દિશાંક મોઢીયા અને એનેસ્થેટીક ડો.આનંદ દરજી અને તેમની ટીમ દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું, તથા સીનીયર સર્જન ડો.સુરેન્દ્ર પરમાર એ જણાવ્યું હતું કે, આવાળી નાની સ્તન ની ગાઠ ઉમર વધતા ઘણી મોટી થઈ જાય છે. અને તે ગંભીર ગાઠ એટલે કે કેન્સરની ગાઠમાં પરિણામ છે.