ભથવાડા ટોલનાકા ખાતે કાર માં લઈ જવતો વિદેશી દારૂ સાથે ત્રણ આરોપી ને ઝડપી પાડતી પિપલોદ પોલીસ.
પથિક સુતરીયા દે.બારિયા
ફેસટેગર એપ્લીકેશન તેમજ ઇ-ગુજકોપના માધ્યમથી પીપલોદ પો.સ્ટે. વિસ્તારમાં ભથવાડા ટોલનાકા ખાતે વાહન તેમજ મોબાઇલ મળી કુલ કિ.રૂા.૩,૭૩,૬૭૮ /- ના પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પીપલોદ પોલીસ,
દાહોદ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ જિલ્લા પોલીસવડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓના ઝડપી પાડવાની કામગીરી કરી રહી છે .જે અનુસંધાને આધારે પીપલોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી જી.બી.પરમાર નાઓ પોલીસ સ્ટાફ સાથે ભથવાડા ટોલનાકા ખાતે વાહન ચેકીંગમાં હોય તે દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી.જી.બી.પરમારનાઓને પ્રોહીબિશન અંગેની બાતમી મળેલ કે, દાહોદ તરફથી એક મારૂતી સુઝુકી કંપનીની ગોલ્ડન કલરની SX4 ફોર વ્હીલ ગાડી નંબર GJ,09,AH.4950 નીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી સંતાડી લઇને ગોધરા તરફ જનાર છે જે બાતમી આધારે ભથવાડા ખાતે વાહન ચેકિંગ દરમ્યાન મારૂતી સુઝુકી કંપનીની ગોલ્ડન કલરની sx4 ફોર વ્હીલ ગાડી નંબર GJ.09.AH.4950ની આવતા ઇ-ગુજકોપ માધ્યમથી વાહન માલીકનુ નામ સર્ચ કરી તેમજ આરોપીઓના મોબાઇલમાં ફોટા પાડી “ફેસ ટેગર” એપ્લીકેશનથી સ્થળ ઉપર આરોપીઓનો ફોટો સ્ક્રેચ કરતા આરોપીઓ અગાઉ પણ અલગ-અલગ જીલ્લાઓમાં ચોરીઓ તેમજ અન્ય ગુન્હાઓમાં સંડોવાયેલ હોવાનુ જગ્યા પરથી શોધી કાઢેલ ગુન્હાહીત ઇતિહાસ આધારે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ગાડીની પાછળની શીટના ભાગે તેમજ આગળ શો ના અંદરના ભાગે ચોરખાના બનાવી સંતાડી લઇ જતા ચાલક ડ્રાઇવર તથા બીજા બે ઇસમો મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી પકડેલ આરોપીઓને હસ્તગત કરી પીપલોદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.