ઝાલોદ શહેર ભાજપ દ્વારા ૪૪માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

રિપોર્ટર – પંકજ પંડિત -ઝાલોદ

ઝાલોદ શહેર ભાજપ દ્વારા ૪૪માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી

આજ રોજ છઠી એપ્રિલને ગુરુવારના તોજ ભારતીય જનતા પાર્ટીના ૪૪માં સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત વ્હેલી સવારે ૯-૦૦ કલાકે નગરપાલિકા હોલમાં શહેર પ્રમુખ દિનેશ પંચાલ દ્વારા કમલ ધ્વજ ફરકાવીને કાર્યક્રમનો આરંભ કર્યા બાદ ઉપસ્થિત સૌ કાર્યકરોએ પ્રધાન મંત્રીજીનું લાઈવ સંબોધન સાંભળ્યું બાદમાં નગરમાં આવેલ સ્વામી વિવેકાનંદજી ,સરદાર પટેલ આંબેડકારજી અને ગાંધીજી ની પ્રતિમાને માલ્યા અર્પણ કરીને ઝાલોદના સરકારી દવાખાનામાં દર્દીઓની મુલાકાત કરી ખબર અંતર પૃચ્છા કરીને ફળ વીતરણ કરી સેવા સપ્તાહની શરૂઆત કરી હતી .
આજથી શરૂ થયેલ સેવા સપ્તાહ ની ઉજવણીના ભાગરૂપે ૧૪મી એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો થકી શહેર ભાજપની ટિમ દ્વારા કરવામાં આવનાર છે .જેમાં આવતીકાલે સવારે ૧૦-૦૦ કલાકે ટીટોડી સ્થિત નગરપાલિકાની પાણી પુરવઠા સાઈડ પમપિંગ સ્ટેશન ખાતે સફાઈ અભિયાન કરીને જલશુદ્ધિ અભિયાન કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: