આજે ત્રીજા દિવસે દેવગઢબારીયા તાલુકાના ટીડકી ખાતેથી એકતા યાત્રાનું પ્રસ્થાન થશે

દાહોદઃ-રવિવારઃ-ભારતના પનોતા પુત્ર અને એકતા યાત્રા અખંડિતતાના શિલ્પી સરદાર સાહેબને યથોચિત ભાવાંજલી આપવા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સરદાર સરોવર ડેમ પાસે સરદાર સાહેબની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી તા. ૩૧/૧૦/૨૦૧૮ના રોજ રાષ્ટ્રને અર્પણ કરનાર છે. આ પૂર્વે સમગ્ર રાજયમાં બે તબકકામાં એકતા રથ પરિભ્રમણ કરશે.

          તદનુસાર દાહોદ જિલ્લામાં પ્રથમ તબક્કામાં બે રથ ૧૦ દિવસ જિલ્લાના જુદા જુદા ગામોમાં પરિભ્રમણ કરશે. તે પૈકી પ્રથમ એક એકતા રથ ત્રીજા  દિવસે તા. ૨૨/૧૦/૨૦૧૮ના રોજ દેવગઢબારીયા તાલુકાના ટીડકી ખાતેથી સવારે ૮-૦૦ કલાકે મહાનુભાવોના હસ્તે પ્રસ્થાન કરાશે. ત્યારબાદ આ એકતા રથ ટીડકી, જુનાબારીયા, બામરોલી, આંકલી, ખાંડણીયા, કાલીયાકુવા, ડભવા, સાગટાળા, જુનીબેડી, છાસીયા, દેવીરામપુરા, ગામોમાં પરિભ્રમણ કરી કેળકુવા મુકામે સભા યોજાશે. આ એકતા રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવશે. આ એકતા રથ યાત્રામાં સંબંધિત ગામના આગેવાનો, ગ્રામજનોને ઉપસ્થિત રહેવા એકતા રથ યાત્રાના નોડલ અધિકારી અને આયોજન અધિકારીશ્રી કિરણ ગેલાતે જણાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: