નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, દ્વારા યુવા- યુવતીઓની વિશાળ ટુ વ્હીલર વાહન યાત્રા યોજાઈ
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
આગામી ૭ ડિસેમ્બર ના દિને યોગીફાર્મ ખાતે થનાર નડિયાદ મંદિર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના ઉદધોષ માટે થયેલ આયોજન. હવે ૭ ડિસેમ્બર થનાર પ્રતિષ્ઠાના ઉદઘોષ સારું દરેક મહિનાની ૭ તારીખે વિષેશ કાર્યક્રમોનું આયોજન કરાશે. નડિયાદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નૂતન મંદિર પીપલગ રોડ,યોગીફાર્મ ખાતે ગુરૂ પ્રમુખસ્વામીમહારાજના સંકલ્પ અને મહંતસ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ રહ્યું છે. જેનો પ્રતિષ્ઠા મહોત્સવ તા.૭ ડિસેમ્બરના રોજ ભવ્યતાથી યોજાશે.જેના ઉદઘોષરૂપે આજે યુવા-યુવતીઓની વિશાળ ટુ વ્હીલર વાહન યાત્રા યોજાઈ ગઈ.આ વાહન યાત્રામાં કુલ ૪૦૦ જેટલા યુવા-યુવતીઓએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો.જેને મંદિરના કોઠારી પૂ.સર્વમંગલસ્વામી તથા પૂ.અક્ષરનયનસ્વામીએ સ્મૃતિમંદિરથી પ્રસ્થાન કરાવ્યું હતું.યાત્રામાં મંદિર અને અધ્યાત્મનું મહત્વ દર્શાવતાં સંદેશ ખાસ શોભતા હતા.ભારે સૂત્રોચ્ચાર કરતાં આ ટુ વ્હીલર વાહન યાત્રા અમદાવાદી બજાર,પવનચક્કીવિસ્તાર,પીજરોડ,વલ્લભ નગર,માઈમંદિર વિસ્તાર,વૈશાલી વિસ્તાર,સ્ટેશન રોડ,સંતરામ રોડ ,કીડની સર્કલ અને વાણિયાવાડ સર્કલ થઈ મંદિરે પહોંચી હતી. જેને સફળ બનાવવા કોઠારી પૂ.સર્વમંગલસ્વામી,પૂ.અક્ષરનયનસ્વામી,પૂ.શાંતપુરૂષ સ્વામી,પૂ.મંગલજીવનસ્વામી તથા સંતો -ભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.