વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ગાયત્રી પરિવાર ઝાલોદ અને લીંમડીરક્તદાન શિબિર નું આયોજન કરાયું .
સિંધુ ઉદય
વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે ગાયત્રી પરિવાર ઝાલોદ અને લીંમડી દ્વારા 7/4/2023 ના રોજ એક રક્તદાન શિબિર નું આયોજન ઝાલોદ ખાતે કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખાવતી એન કે પરમાર અને નરેશ ચાવડા તેમજ સ્ટાફ ટીમ હાજર રહી હતી ગાયત્રી પરિવારના શ્રી રાજુભાઈ સેવક તેમજ પ્રકૃતિ મિત્ર મંડળ લીમડીના અલ્કેશભાઇ વૈરાગી અને તેની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી આ પ્રસંગે ગાયત્રી પરિવારના સભ્યો તેમજ ઝાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરીયાએ પણ હાજરી આપી હતી ટ્રેઝરર કમલેશ લીમ્બાચીયા દ્વારા તમામ રક્તદાતા આભાર માન્યો હતો


