મહુધા પંથકમાં કાકા ભત્રીજા વચ્ચે માથાકૂટમાં કાકાએ ભત્રીજાની ધારિયાના ઘા ઝીંકી હત્યા કરી.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ: મહુધા તાલુકાના ચુણેલમાં ખેતરની વાડ કાપવા બાબતે કાકા ભત્રીજા વચ્ચે થયેલ માથાકૂટમાં કાકાએ ભત્રીજાની ધારિયાના ઘા ઝીંકી હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે. મહુધા પોલીસ સુત્રો તરફથી મળતી પ્રાથમિકમાહિતી મુજબ મહુધા તાલુકાના ચુણેલ સીમમાં રોડ પર શનિવારે સવારના સુમારે જમીન બાબતે બે ભાઈઓના પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં કાકા હિંમતસિંહ અમરસિંહ પરમારે ઝઘડામાં નરેન્દ્રસિંહ સોમસિંહ પરમાર તથા સરોજબેન પર ધારિયાથી હુમલો કર્યો હતો. જેમાં ધારિયાના હુમલાને કારણે નરેન્દ્રસિંહને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેમનું મોત નિપજયું હતું. જ્યારે સરોજબેનને પણ ઈજાઓ પહોંચી હતી. જેમને નડિયાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હત્યા કરનાર હિંમતસિંહ અમરસિંહ પરમાર વિરુદ્ધ ગુનો નોંધવાની
તજવીજ હાથ ધરી છે.