એમજીવિસીએલ વિજ બીલ બાકી હોવાનું જાણાવી ગઠીયાએ નાણાં ખંખેરી લીધા.
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદમાં આયુર્વેદ તબિબના મોબાઈલમાં આવેલ એમજીવિસીએલ નો વિજ બીલ બાકી હોવાનો સાચો મેસેજ માની તબીબે ગઠીયા સાથે વાત કરતા ગઠીયાએ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂપિયા ઉપાડી લીધા.નડિયાદ પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સંત રામેશ્વર મંદીર પાસે રહેતા અલ્કેશકુમાર પદ્મનામ ત્રિવેદી જે ચાંગા માં આવેલ ચારુસેટ હોસ્પીટલ આયુર્વેદ ડોક્ટર તરીકે નોકરી કરે છે. ગત ૧૯ મી ફેબ્રુઆરીના રોજ તેઓ વડોદરા ગયા હતા. આ સમયે તેમના પત્નીના મોબાઇલમાં એક મેસેજ આવ્યો હતો. જેમાં વિજ બીલ બાકી હોવાનું જણાવ્યું હતું. આ મેસેજ અલ્કેશભાઈને ફોરવર્ડ કર્યો હતો. અલ્કેશભાઈએ આ મેસેજમા જણાવેલ મોબાઈલ પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ સામે વાળી વ્યક્તિએ કહ્યું કે તમારા બીલના નાણા એમજીવીસીએલ માં જમાં થયેલ નથી. જેથી તમારે એમજીવીસીએલ ની એપ્લીકેશનમાં જરૂરી માહીતી ભરવી પડશે, અલ્કેશભાઈએ તેમના કહેવા પ્રમાણે ગુગલ પ્લે સ્ટોર માં જઇને MGVCL QUICK SUPPORT નામની એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી. જે એપ્લીકેશને ઓપન કરાવી તેમાં વિગતો ભરી જેમ કે એટીએમ કાર્ડનો નંબર સીવીવી વિગેરે ભરાવી દીધું હતું. ત્યારબાદ મોબાઇલમાં ટેક્સ મેસેજ આવવા લાગ્યા મેસેજ જોતા એકાઉન્ટમાંથી પૈસા કપાયાના મેસેજ હતા. અલ્કેશભાઈએ તરત આ એપ્લીકેશન તથા ફોન બંધ કરી દિધો અને પોતાનુ ખાતુ બ્લોક કર્યું હતું. જોકે આ સમયે ગઠીયાએ તેમના મોબાઇલ પર અલગ અલગ બે નંબરથી વારંવાર ફોન કરતા હતા.પરંતુ અલ્કેશભાઈએ ફોન ઉપાડ્યો નહીં ગઠીયાએ અલ્કેશભાઈના ખાતામાંથી કુલ રૂપિયા ૪૯ હજાર ૯૭૯ રૂપિયા ઉપાડી લીધા હતાં. આ મામલે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર પર ફરિયાદ નોંધાવી હતી. અને આજે અલ્કેશભાઈએ નડિયાદ પશ્ચિમ પોલીસમાં અજાણ્યા બે મોબાઇલ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે.


