દાહોદ જિલ્લાના ડી ઈ ઓ મયુર એસ પારેખ અને તેમની ટીમની પ્રસંશનીય કામગીરી
દાહોદ જિલ્લાના ડી ઈ ઓ મયુર એસ પારેખ અને તેમની ટીમની પ્રસંશનીય કામગીરી
આજ રોજ માં. જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી મયુર એસ પારેખ ના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવી પડતર પડેલ પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવાના અભિગમ સાથે સૌ પ્રથમ જિલ્લામાં કેટલા પડતર પ્રશ્નો પડેલ છે તેની છણાવટ કરી ફાઈલ તૈયાર કરાવી વિવિધ ટીમો બનાવીને કામોનો નિકાલ કરવામાં આવેલ છે જેમાં આનસિક ઉપાડ ના પડેલા પડતર પ્રશ્નો ની ટીમમાં રમેશભાઈ ભાભોર ,શીતલબેન ,વિકાસ ગડરીયા ની ટીમે બે કરોડ પાંચ લાખ વીસ હજાર 2,05,20,000/-ના કુલ 27 કેશો નો નિકાલ માત્ર બે જ દિવસમાં કરવામાં આવેલ છે સાથે સાથે પેન્શન ના ઘણા ટાઈમથી પડતર પડી રહેલ પ્રશ્નોનો માત્ર 24 કલાકમાં હિંમતસિંહ પટેલના અથાગ પ્રયત્નથી માનનીય ડી ઈ ઓશ્રી એ 27 પેન્શન ના કેસ,6 રિવાઇઝ પેન્શન ના કેસ, 5 પેન્શન પૂર્તતા ના કેસ મળી કુલ 38 કેશો માં સહી કરીને ગાંધીનગર ખાતે રવાનગી કરેલ છે સાથે સાથે માનનીય ડી ઈ ઓ શ્રી નો તમામ કર્મચારીઓને સંદેશ પણ છે કે દર મંગળવારે જીપીએફના કેસોનો ચેક લખીને કર્મચારીઓને ના નાણા ચુકવવામાં આવશે .કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેના માટે તમામ જિલ્લાના કર્મચારીઓને હાકલ કરેલ છે આ બાબતે તમામ ઘટક સંઘો સાથે મળીને આ કાયૅને પૂર્ણ કરેલ છે. ત ડી ઈ ઓ પારેખ સાહેબ શ્રી નો અને તેમની ટીમને અભિનંદન પાઠવે છે


