એસ.ટી.નિગમના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર
સુખસર
સાગર પ્રજાપતિ,સુખસર
ગુજરાત એસ.ટી.નિગમ નિવૃત્ત કર્મચારીસંઘ ઝાલોદના હોદ્દેદારો દ્વારા લાંબા સમયથી પડતર માંગણીઓ બાબતે આજરોજ દાહોદ જિલ્લા કલેકટરને પેન્શન વધારા સહિત વિવિધ માગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. તેમજ નિવૃત્ત એસ.ટી.કર્મચારીઓની માંગ સંતોષવામાં નહીં આવે તો આવનાર સમયમાં આંદોલનનો માર્ગ અપનાવવા સુધીના પગલાં ભરવા માટે એસ.ટી.નિગમના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે.