ગોધરા રોડ પ્રાથમીક શાળાના જર્જરીત ઓરડાના પોપડા પડતાં બાળક ઈજાગ્રસ્ત
દાહોદ તા.૨૬
દાહોદ શહેરના ગોધરા રોડ Âસ્થત આવેલ ગોધરા પ્રાથમીક શાળામાં આજરોજ બપોરના સમયે ચાલુ શાળાએ જર્જરીત ઓરડાની છતના પોપડા પડતા અભ્યાસ કરી રહેલ બાળકો પૈકી બેને માથાના ભાગે ઈજાઓ પહોંચતા લોહીલુહાણ થયા હતા. ઘટનાની જાણ બાળકના પરિવારજનોને થતાં તેઓ પણ તાબડતોડ શાળા ખાતે જવા રવાના થયા હતા.
ગોધરા રોડ પ્રાથમીક શાળા ખાતે જર્જરીત ઓરડાની છતના પોપડા પડતા અભ્યાસ કરી રહેલ કેટલાક વિદ્યાર્થીઓ પૈકી બેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ થયા હતા. શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા આ બંન્ને બાળકોને સારવાર કરાવ્યા બાદ તેઓના પરિવારજનોને જાણ કરાતાં પરિવારજનો શાળા ખાતે દોડી આવ્યા હતા. આ ઘટનાને પગલે બાળકોના વાલીઓમાં પણ રોષ જાવા મળ્યો હતો અને આ જર્જરીત ઓરડાનું તાત્કાલિક ધોરણે કામકાજ હાથ ધરવામાં આવે તેમજ નવીન ઓરડા બનાવવામાં આવે તેવી લાગણી અને માંગણી પણ વહેતી થવા પામી છે.
#Dahod #Sindhuuday

