માતર આરોગ્ય કેન્દ્રના તબીબી સામે તપાસના આદેશ.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

વસોના દવાખાનામાં સોમવારના રોજ એક મહિલાનુ સીરેઝરીયન દરમિયાન મોત થયું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. મૃતક મહિલાના પરિવારજનોએ તબીબ પર આક્ષેપ કરી હોબાળો કરતા ખાનગીમાં પ્રેકટીસ કરતા સરકારી ડોક્ટરની કરતૂત બહાર આવી હતી. આ બનાવ અંગે વસો પોલીસે એડી નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધિકારીએ બનાવની તપાસ હાથ ધરી છે. માતરના જોરાશઈમાં રહેતી એક ગર્ભવતી મહિલાને વસોમાં આવેલ એક ખાનગી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં માતરના સામુહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડો. ભરવાડે મહિલાને તપાસી બે ત્રણ કલાક રાહ જોવા કહ્યું હતું. દરમિયાન ડીલેવરી ન થતા મહિલાને સીઝર કરવા માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સિઝર કરી મહિલા બાળકનો જન્મ થયો હતો બાદમાં મહિલાની તબિયત બગડતા મહિલાનુ મોત થયુ હતુ. જે અંગે પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે મહિલાને સીઝર કર્યા બાદ મહિલા ભાનમાં ન આવતા તેનું મોત થયું હતું. મહિલાનુ મોત થયા મહિલાના પરિવારજનોએ દવાખાનામાં હોબાળો કરતા ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબની કરતૂત બહાર આવી હતી.બીજી તરફ મૃતક મહિલાનું અમદાવાદ પીએમ કરાવ્યુ હતુ જે રિપોર્ટ આગામી દિવસોમાં આવશે. હાલ આ બનાવ અંગે વસો પોલીસે એડી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારી પાસે તબીબનું રાજીનામું આવ્યું નથી,જ્યાં સુધી સરકાર રાજીનામું ન સ્વીકારે ત્યાં સુધી કર્મચારી કહેવાય,અમે તપાસ કરી રિપોર્ટ કરીશું. ત્યારબાદ સરકારના આદેશ મુજબ સંબંધિત ડોક્ટર સામે પગલાં લેવામાં આવશે. ડો.વી.એસ.ધ્રુવ, જિલ્લા આરોગ્ય અધિકારી ખેડા-નડિયાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!