ડો.બાબાસાહેબ આંબેડકરની  જયંતિએ ખેડા જિલ્લા  ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ.

નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ

નડિયાદ : ખેડા જિલ્લા ભાજપ દ્વારા શુક્રવારે નડિયાદમાં ડો.બાબાસાહેબ આંબેડકરની જન્મ  જયંતિ નિમિત્તે સંતરામ રોડ પર આવેલ તેમની  પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવી હતી.ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ , નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા સહિત શહેર, જિલ્લા ભાજપના હોદ્દેદારો,કાર્યકરો એ ઉપસ્થિત રહી ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી તેમને રાષ્ટ્ર નિર્માણ અને ભારતના બંધારણના નિર્માણમાં આપેલા યોગદાનની સેવાઓને બિરદાવી હતી.આ  પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, ડો.આંબેડકર એક વિચક્ષણ પુરુષ હતા.ભારતીય બંધારણને ઘડવામાં તેમનું અનન્ય યોગદાન હતું.સહુ  સમાજને સાથે લઈ રાષ્ટ્ર માટે સહુ એક બને તેવું સામાજિક આંદોલન પ્રેરણાદાયી બની રહ્યું હતું આજના દિવસે તેમના  કાર્યોમાંથી આપણે પ્રેરણા લઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: