ખેડા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોએ રીક્ષામાં લઈ જવાતો ગાંજાનો જથ્થો પકડી પાડ્યો
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદ: ખેડાના કનેરા પાસે નેશનલ હાઇવે નંબર ૪૮ પરથી ગાંજાનો વેપલો કરનાર ત્રણ અમદાવાદીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસ ઓછી પોલીસે ૪,૧૫૦ કિગ્રાના ગાંજાના જથ્થો સાથે રીક્ષા મળી કુલ રૂપિયા ૧ લાખ ૨૬ હજાર ૫૬૦ મુદ્દામાલ જપ્ત કર્યો છે.
નડિયાદના ડભાણ સ્થિતિ આવેલ જિલ્લાની એસઓજી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ખેડાના કનેરા પાસેથી કોઈ વાહનમાં નશાયુક્ત પર્દાથ ભરી અમદાવાદ તરફ જનાર છે. જેથી પોલીસે ગતરોજ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં કેનેરા પાસેના નેશનલ હાઇવે નંબર ૪૮ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન સીએનજી રીક્ષા ને અટકાવી હતી. પોલીસે રીક્ષામાં બેઠેલા ચાલક સહિત ત્રણ ઈસમોની પુછપરછ કરતા તેઓએ પોતાના નામ બસીરખાન ઉર્ફે કાળિયો વાહીદખાન પઠાણ (રહે.ચંડોળા, અમદાવાદ), હસન ગુલામહુસેન શેખ (રહે.શાહનગર, અમદાવાદ) અને નસરૂદ્દીન ઉર્ફે નાસીર મયુદ્દીન શેખ (રહે.નવાબનગર, અમદાવાદ) હોવાનું કબૂલ્યું હતું. રીક્ષામાં ડ્રાઈવરની સીટ નીચે બે બોક્સમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પંચોને બોલાવી ગણતરી કરતાં ૪ હજાર ૧૫૦ કિગ્રા કિંમત રૂપિયા ૪૧ હજાર ૫૦૦ ગાંજાના જથ્થો સાથે રીક્ષા મળી કુલ રૂપિયા ૧ લાખ ૨૬ હજાર ૫૬૦ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં લઇ જવાતો હતો તે દિશામાં પુછપરછ કરતા આરોપીઓએ જણાવ્યું હતું કે, આ ગાંજાનો જથ્થો પેટલાદ ખાતે રહેતો એઝાઝ પાસેથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી અને ત્રણેય જણા આ ગાંજાનો છુટક વેપલો કરવા માટે લાવ્યા હોવાની જણાવ્યું હતું. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે