અંધશ્રધ્ધાનું ભૂત વળગતાં ત્રણ ઈસમોએ ગામની એક મહિલા પર ડાકણ હોવાનો આરોપ મુકી ઘર સળગાવી દેવાની ધાકધમકીઓ આપી
દાહોદ, તા.રર
દેવગઢ બારીયા તાલુકાના ભુલા ગામે પુન અંધશ્રધ્ધાનું ભૂત વળગતાં ત્રણ ઈસમોએ ગામની એક મહિલા પર ડાકણ હોવાનો આરોપ મુકી ઘર સળગાવી દેવાની ધાકધમકીઓ આપી કેરોસીન છાંટી ઘાસના પૂળા વડે ઘરને આગ ચાંપી દેતા ઘરના બે પાટડા, ઘરનો પાછળનો ભાગ તથા ઘરવખરીનો સામાન બળી જતા નુકશાન થવા પામ્યું હોવાનું જાણવા મળેલ છે.
દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલ ગામે રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ, જગાભાઈ બાબુભાઈ તથા નરેશભાઈ બાબુભાઈ એમ ત્રણે જાતે પટેલનાઓએ તેમના જ ગામમાં રહેતા રવીન્દ્રસીંહ શંકરભાઈ પટેલને બેફામ ગાળો બોલી તારી બૈરી ડાકણ છે તેમ કહી ઘર સળગાવી દેવાની ધાકધમકીઓ આપી હતી અને ત્રણ ભાઈઓએ હાથમાં ઘાસના પૂળા લઈ આવી જગાભાઈ પટેલે હાથમાં કેરોસીનનું ડબલું લઈ આવી ત્રણે જણાએ ભેગા મળી ઘરના છતના ભાગે આવેલ લાકડામાં ઘાસના પૂળા ગોઠવી તેમાં કેરોસીન છાંટી ઘરને આગ ચાંપી દેતા ઘરના બે પાટડાના આગળના તથા પાછળના ભાગ તથા ઘરવખરી સામાન વગેરે બળી જતા નુકશાન થવા પામ્યું હતુ.
આ સંબંધે રવીન્દ્રસીંહ શંકરભાઈ પટેલે દે.બારીયા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

