લીલવા ઠાકોર ગામે સાવન માતાનાં નવીન મંદિર નું ખાત મુહુર્ત કરવામા આવ્યું.
ગગન સોની
ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામે સોરો ડુંગર સ્થળ ઉપર સાવન માતાનાં નવીન મંદિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામનાં સામાજીક કાર્યકર્તા મનોજભાઈ વસંતભાઈ ભાભોર તેમજ લીલવા ઠાકોર ગામના અગ્રણી માલાભાઈ ગરાસીયા, પ્રવિણ ભાઈ કાનજીભાઈ બારીયા, વાલાભાઈ મગનભાઈ , રાજુભાઈ મહારાજ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં વર્ષો થી ચાલતી પરંપરા ના ભાગ રૂપે અહીંયા લોકો પોતાની માનતા પળે એટલે બાધા ની માનતા માતાજી પૂર્ણ કરતાં હોય છે તેવી માઈભક્તો આસ્થા ધરાવે છે એટલા માટે આ સ્થળ આસ્થાનું પ્રતિક છે. જેથી લીલવા ઠાકોર ગામે આવેલ સાવન માતાજી ના નવીન મંદિર નું ખાત મુહુર્ત કરવામા આવ્યું હતું.