દાહોદ જિલ્લાના ખેડૂતોએ વર્ષ ૨૦૨૦ – ૨૧ માટે સહાય યોજનાઓનો લાભ લેવા આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે
દાહોદ, તા. ૨૭ : ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે માટે આઇ ખેડૂત પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે. ખેડૂતોએ વર્ષ ૨૦૨૦-૨૧ માટે સહાય યોજનાઓનો લાભ લેવા આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. આ યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે ખેડૂતોએ આગામી તા. ૧/૩/૨૦૨૦ થી તા. ૩૦/૪/૨૦૨૦ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અરજી કરવા માટે જરૂરી આધાર પૂરાવામાં ૭-૧૨, ૮-અ, આધાર કાર્ડ, બેન્ક પાસબુક, મોબાઇલ નંબર, જાતિનો દાખલો આપવો જરૂરી છે. ગ્રામ પંચાયત કે ઇન્ટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ ઓનલાઇન અરજી કરી શકાશે.
ખેડૂતોએ આઇ –ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ આઉટ કાઢી સહી અંગુઠો કરી જરૂરી સાધનીક કાગળો જોડી નજીકના ગ્રામસેવક (ખેતી) અથવા તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી (ખેતી)ને જમા કરાવવાની રહેશે. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં ઉપરોક્ત માહિતી આપી છે.
#Dahod #Sindhuuday