દાહોદ જિલ્લામાં એપ્રિલ માસના ચોથા સપ્તાહને ’ સ્વાગત સપ્તાહ’ તરીકે ઉજવણી કરવામાં આવી
સ્વાગત સપ્તાહ ઉજવણી – દાહોદ જિલ્લો
ફતેપુરા ખાતે આગામી તા. ૧૮ -૧૯ એપ્રીલના રોજ ગ્રામ પંચાયત કાર્યક્રમ
દાહોદ જિલ્લામાં એપ્રિલ માસના ચોથા સપ્તાહને ’ સ્વાગત સપ્તાહ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં સ્વાગત સપ્તાહની ઉજવણી અંતર્ગત ૫૦ ગ્રામ પંચાયતો ખાતે વર્ગ ર ના અધિકારીશ્રીઓની અધ્યક્ષતામાં ગ્રામ સ્વાગતનું આયોજન કરાયું છે. આ ગ્રામ સ્વાગત કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં ભાગ લઇને પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવે તે માટે કલેક્ટર ડો. ગોસાવીએ જણાવ્યું છે. ગ્રામ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત આગામી તા. ૧૮ એપ્રીલના રોજ ફતેપુરાના ગ્રામ પંચાયત સાગડાપાડાની મારગાળા ખાતેની જિલ્લા પંચાયતની સીટ ખાતે સવારે ૧૧ વાગે ગ્રામ સ્વાગત કાર્યક્રમ શ્રીમતી એસ.એમ. ચરપોટની અધ્યક્ષતામાં યોજાશે. જયારે ફતેપુરાના ગ્રામ પંચાયત વાંગડની મોટી રેલ ખાતેની જિલ્લા પંચાયતની સીટ ખાતે સવારે ૧૧ વાગે શ્રીમતિ એલ.એમ. પારગીની અધ્યક્ષતામાં યોજાશે.



