ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સોસાયટી દ્વારા ₹ ૧,૧૧,૧૧૧/-નું દાન.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સોસાયટી દ્વારા ₹ ૧,૧૧,૧૧૧/-નું દાન.
આજરોજ ઝાલોદ તાલુકા શિક્ષક સંઘના હોદ્દેદારોની એક બેઠક દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મહેન્દ્રભાઈ લાવાણાની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં ગાંધીનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય અધિવેશન અને પૂ.મોરારી બાપુની શ્રી રામ કથાના આયોજન* બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવેલ હતી. જેમાં ગુજરાત રાજ્ય સાહિત સમગ્ર રાષ્ટ્રમાંથી વિશેષ સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહેનાર છે. ત્યારે ઝાલોદ તાલુકામાંથી પણ મહિલાઓ સહિત વિશેષ પ્રમાણમાં શિક્ષકો હાજર રહેનાર છે. તે માટે ઝાલોદ તાલુકાના શિક્ષકો દ્વારા પણ વિશેષ પ્રમાણમાં રામકથા માટે દાન આપવામાં આવનાર છે, ત્યારે આજરોજ ઝાલોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સોસાયટીના ચેરમેન અનિલભાઈ ડામોર અને મંત્રી માવજીભાઈ રાવતના હસ્તે આ રાષ્ટ્રીય અધિવેશન અને શ્રી રામકથામાં *રુ.૧,૧૧,૧૧૧/- (એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા)* નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જે બદલ ઝાલોદ તાલુકાના શિક્ષકોને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતનભાઈ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે.