ખેડા જિલ્લામાં ૧૯૮૯૨ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા કુલ ૧૨૮ ગ્રામ પંચાયતમાં ૭૫ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અભિયાનમાં જોડાયા.
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદ: કલેક્ટર કે. એલ બચાણી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી શિવાની ગોયલના અધ્યક્ષ સ્થાને ખેડા જિલ્લાની પ્રાકૃતિક ખેતીની કામગીરીની પ્રગતિ અંગે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વડાપ્રધાન દ્વારા ગામ દીઠ ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય, તે સંકલ્પ અંતર્ગત જિલ્લામાં ચાલતી પ્રાકૃતિક ખેતીની કામગીરીની તાલુકાવાર સમીક્ષા કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે માર્ચ ૨૦૨૩ના અંત સુધીમાં ખેડા જિલ્લામાં ૧૯૮૯૨ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. કુલ ૧૨૮ ગ્રામ પંચાયતમાં ૭૫ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અભિયાનમાં જોડાયા છે. આમ દેશી ગાય આધારીત ઓછા ખર્ચવાળી પ્રાકૃતિક ખેતીમાં જોડાવા વિસ્તરણ અધિકારી, ગ્રામ સેવક અને આત્મા કચેરી સ્ટાફનો સંપર્ક કરવા ખેડા જિલ્લાના આત્મા પ્રોજેક્ટના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ બેઠકમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), નાયબ બાગાયત નિયામક, નાયબ પશુપાલન નિયામક તથા તમામ તાલુકા વિકાસ અધિકારી હાજર રહ્યા હતા.