ખેડાના યુવકને ગઠિયાએ લિંક મોકલી એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લીધી.

નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ

નડિયાદ: ખેડાના ગોબલજમા યુવકને બેંકનુ એકાઉન્ટ બ્લોક થઇ ગયો છે તેવો મેસેજ મોકલી નાણા ખંખેર્યા છે. ખેડા ટાઉન પોલીસ સ્ટેશને ફરીયાદ નોધાઇ છે. ખેડા તાલુકાના કોબલા ગામની સીમમાં રહેતા ૩૫ વર્ષિના સંદીપકુમાર ભગવાનભાઈ પટેલને ગત ૫ મી માર્ચના રોજ નોકરીએ હતા. ત્યારે અજાણ્યા નંબર પરથી ટેક્સ મેસેજ આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે તમારું એચડીએફસી બેંકનું એકાઉન્ટ બ્લોક થઈ ગયેલ છે એવો મેસેજ આવ્યો હતો તેની સાથે લીંક પણ મોકલી હતી. આ મેસેજ બેંક દ્વારા આવેલ હોવાનો માની સંદીપભાઈએ આ લીંક ખોલી હતી. જેમાં પાનકાર્ડને ડિટેલ્સ માગી હતી. તેઓએ આ ડિટેલ્સ આપી હતી ત્યારબાદ  બે ઓટીપી આવ્યા હતા જે ઓટીપી આપતા સંદીપભાઈના એકાઉન્ટમાંથી કુલ રૂપિયા ૯ હજાર ૫૦૦ કપાઈ ગયા હતા. ત્યારબાદ સંદીપભાઈને પોતાની સાથે ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાનું જાણ થતા તેઓએ તરત  તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન અને ગતરોજ ખેડા ટાઉન પોલીસમાં અજાણ્યા નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!