ઝાલોદ તાલુકાના દેવજીની સરસવાણી ગામની ૨૭ વર્ષીય પરણીત યુવતી ગમય કારણ ઘરે પરત ના આવતા ફરિયાદ નોંધાય
સાંજના સમયે ઘરેથી કુદરતી હાજતે જવાનું કહી નીકળેલ ઝાલોદ તાલુકાના દેવજીની સરસવાણી ગામની ૨૭ વર્ષીય પરણીત યુવતી ક્યાંક ગુમ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે
.ઝાલોદ તાલુકાના દેવજીની સરસવાણી ગામે મલકણા ફળિયામાં રહેતા ૩૦ વર્ષીય વિજયભાઈ ભુરાભાઈ વસોનીયાની પત્ની ૨૭ વર્ષીય ઉર્મિલાબેન વસોનીયા ગત તા. ૧૫-૪-૨૦૨૩ના રોજ સાંજના છ વાગ્યાના સુમારે ઘરેથી કુદરતી હાજતે જવાનું કહી નીકળી હતી અને ક્યાંક ગુમ થઈ ગઈ હતી. અંધારૂ થઈ ગયુ હોવા છતાં ઉર્મિલાબેન વસોનીયા પરત ઘરે ન આવતાં તેના પતિ વિજયભાઈ વસોનીયા તથા ઘરના અન્ય માણસોએ ઉર્મિલાબેનની શોધખોળ આદરી હતી પરંતુ ઉર્મિલાબેનનો ક્યાંક પત્તો ન લાગતાં ઉર્મિલાબેેનના પતિ વિજયભાઈ વસુનિયાએ આ સંબંધે ઝાલોદ પોલિસને જાણ કરતા ઝાલોદ પોલિસે આ મામલે ગુમસુદા અંગેની જાણવા જાેગ લઈ આગળ તપાસ હાથધરી છે.ગુમસુદા ઉર્મિલાબેન વસોનીયાએ શરીરે પીળા કલરની સાડી પહેરેલ છે અને ડાબા હાથના કાંડા પર સ્ટોરો કોતરાયેલો છે. તે ધોરણ ૧૦ સુધી ભણેલ છે શરીરે મધ્યમ બાંધાની ઘઉંવર્ણી અને મોઢું લંબગોળ છે અને તે ગુજરાતી હિન્દી આદિવાસી ભાષા જાણે છે.

