દેવગઢ બારીઆ તાલુકાના રેબારી ગામે પીકપ સ્ટેન્ડ પાસે રાતના સમયે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં

દેવગઢ બારીઆ તાલુકાના રેબારી ગામે પીકપ સ્ટેન્ડ પાસે રાતના સમયે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં

ચાલકની ગફલતને કારણે પુરપાટ દોડી જતી મોટર સાયકલ રોડની નીચે ઉતરીને રોડની બાજુમાં આવેલ ફોરેસ્ટ ખાતાની ફેન્સીંગ વાડ સાથે અથડાતાં ચાલકના માથામાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના કાલીયાગોટા ગામના ૩૫ વર્ષીય દિનેશભાઈ સનાભાઈ ડાયરા ગત તા. ૧૬મીના રોજ બીસી-૩૭૨૯ નંબરની હીરો કંપનીની મોટર સાયકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી રેબારી ગામે પીકપ બસ સ્ટેન્ડ પાસે વધુ પડતી ઝડપને કારણે રેબારી ગામે પીકપ બસ સ્ટેન્ડ પાસે વધુ પડતી ઝડપને કારણે મોટર સાયકલ પરનો કાબુ ગુમાવી દેતા મોટર સાયકલ રોડની નીચે ઉતરીને રોડની બાજુમાં આવેલ ફોરેસ્ટ ખાતાની ફેન્સીંગ વાડ સાથે ધડાકાભેર અથડાતાં મોટર સાયકલ ચાલક દિનેશભાઈ સનાભાઈ ડાયરાને માથામાં તથા શરીરના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેનું સ્થળ રપર જ અરેરાટી ભર્યુ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતાં જ પીપલોદ પોલિસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણ જનાર દિનેશભાઈ સનાભાઈ ડાયરાની લાશનું પંચો રૂબરૂ પંચનામુપં કરી લાશને પોસ્ટમોર્ટમ માટે પીપલોદ સરકારી દવાખાને મોકલી આપી પીપલોદ પોલિસે મરણ જનાર દિનેશભાઈ ડાયરાના પિતા ૬૦ વર્ષીય સનાભાઈ રયજીભાઈ ડાયરાએ નોંધાવેલ ફરિયાદને આધારે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: