નડિયાદના સંતરામ મંદિર ખાતે જરૂરિયાત મંદ વ્યક્તિઓને ૨૫૧ વોકર, ૧૦૦ વીલ ચેર, સાધન સહાય કાર્યક્રમ યોજાયો
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદ શ્રી સંતરામ મંદિરના મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજ ના ૮૦ મા જન્મદિન નિમિત્તે, અપંગ સાધન સહાય કાર્યક્રમ પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજના આશીર્વાદ આસીવચન થી શરૂ થયો. શ્રી સંતરામ મંદિરમાં ચાલતા શ્રી સંતરામ જનસેવા ટ્રસ્ટ તથા ખેડા જિલ્લાના અન્ય ચાર ટ્રસ્ટ દ્વારા જરૂરિયાત મંદને ૪૫ બાઈસીકલ, ૪૫ ટ્રાઇસિકલ અર્પણ કરવામાં આવી. આ ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન જરૂરિયાત મંદ વ્યક્તિઓને ૨૫૧ વોકર, ૧૦૦ વીલ ચેર, સાધુ સંતો ને લાકડી, સાત કાન ના મશીન, ચાર બગલ ઘોડી અર્પણ કરાઇ હતી. જન સેવા એ જ પ્રભુ સેવા માં માનનારૂ શ્રી સંતરામ મંદિર માં અવિરત નાત જાતના ભેદભાવ વગર સેવા કાર્યો થતા જ રહે છે. આ કાર્યક્રમમાં નડિયાદ સંતરામ મંદિરના સંતો પૂજ્ય કૃષ્ણદાસજી, પૂજ્ય ઘનશ્યામ મહારાજ, કમલ કિશોર મહારાજ તથા અન્ય ટ્રસ્ટો માંથી અનિતાબેન ઇપકોવાળા ટ્રસ્ટના પ્રતિનિધિ તથા ડોક્ટર નમ્રતાબેન હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન સેવક મુખી એ કર્યું હતું.


