રિક્ષામાં આગળ પેસેન્જરને બેસાડી મોબાઇલ ની ચોરી કરનાર રિક્ષા ચાલક ઝડપાયો
નરેશ ગનવાણી – બ્યુરોચીફ – નડિયાદ
રિક્ષામાં આગળ પેસેન્જરને બેસાડી મોબાઇલ ની ચોરી કરનાર રિક્ષા ચાલક ઝડપાયો
નડિયાદ ટાઉન પોલીસ પીઆઇ એચ.બી. ચૌહાણ ની સુચના મુજબ સર્વેલન્સ પોલીસ.સબ.ઇન્સ એચ.એ.રિષિન તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળેલ હતી કે નડિયાદ શહેરમાં મુસાફરોને રીક્ષામાં આગળ બેસાડી નજરચુકવી મોબાઇલ કાઢી લેનાર ઇસમ સી.એન.જી.રીક્ષા નંબર જી.જે.૨૩ એવી ૪૫૦ ની લઇને ફતેપુરા નહેર તરફથી નડીયાદ બાજુ આવનાર છે. અને ઇસમ પાસે ચોરીના મોબાઇલ છે. જે બાતમીઆધારે ઇસમને ફતેપુર રોડ ઉપર નહેર નજીકથી પકડી લેવામાં આવેલ અને ઇસમ પાસે અલગ અલગ કંપનીના કુલ- ૭ મોબાઇલ ફોન મળી આવેલ જે મોબાઇલ બાબતે પુછપરછ કરતા મુસાફરોને રીક્ષામાં આગળ બેસાડી નજર ચુકવી મોબાઇલ કાઢી લીધેલ હતાં જેની કબુલાત કરી હતી જે ઇસમ પાસેથી મળી આવેલ મોબાઇલ ફોન કુલ નંગ-૭ તથા ગુનામાં વાપરેલસી.એન.જી રીક્ષા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.