કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરનો મિશન ૨૦૨૪ અંતર્ગત ઝાલોદ તાલુકાનો પ્રવાસન કાર્યક્રમ યોજાયો.
પંકજ પંડિત ઝાલોદ
દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર ,જિલ્લા ભાજપ પ્રમુખ શંકર અમલીયાયર ,ધારાસભ્ય મહેશ ભૂરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા
આગામી લોકસભા ૨૦૨૪ મા ભારતીય જનતા પાર્ટી જવલંત વિજય હાશીલ કરે તે માટે કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર દાહોદ જિલ્લાના વિસ્તારનો પ્રકાશ કરી સંગઠન મજબૂત કરવા અંગે સહુ વિધાનસભાના સંગઠનના કાર્યકરો સાથે મળી સંવાદ કરી રહ્યા છે. આજ રોજ તારીખ 20-04-2023 નાં રોજ કેન્દ્રીય મંત્રી ઝાલોદ તાલુકામાં તબક્કાવાર રીતે વિવિધ જગ્યાએ પ્રવાસ કરી કાર્યકર્તાઓ સાથે વાત કરી મોદી સરકારના કરેલા કામો થી સહુને માહિતગાર કરી ૨૦૨૪ મા ભાજપ લોકસભા જંગી બહુમતી થી જીતે તે માટે કાર્યકરો સાથે વાતચીત કરી રહ્યા છે. સહુ પ્રથા ઝાલોદ તાલુકાની મુલાકાતે આવતા કેબિનેટ મંત્રીને કંબોઇઘામ ખાતે ગુરુ ગોવિંદના સમાધી સ્થળના દર્શન કરી પ્રવાશની શરૂઆત કરી હતી ત્યારબાદ વ્યશન મુક્તિ કાર્યક્રમ અંતર્ગત લીમડી એચીવર સ્કૂલનો પ્રકાશ કર્યો હતો ત્યારબાદ રૂપાખેડા ખાતે મંડળ પદાધિકારીઓ, મહિલા મોરચા ,સરપંચો, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ સાથે મીટીંગ કરવામાં આવી હતી. બપોરે ૩ વાગે ઝાલોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલમાં નગરપાલિકા કાઉન્સિલરો, વ્યાપારી સંગઠન, સહકારી કાર્યકર્તાઓ તેમજ ભાજપના પદાધિકારીઓ સાથે પરિસંવાદ કર્યો હતો. પરિસંવાદમાં નરેન્દ્ર મોદી દ્વારા દેશ વિદેશમાં ભારતનો ડંકો કેવી રીતે વગાડ્યો તેમજ નરેન્દ્ર મોદીની સહુનો સાથ સહુનો વિકાશ હેઠળ જનહિતના કાર્યો કર્યાં તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. દેશની વિકાસ ગાથા જાળવી રાખવા તેમજ નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા દરેક સંગઠનના હોદ્દેદારો મજબૂતી થી કાર્ય કરે તેના પર ભાર મૂકવામાં આવ્યું હતું.





