ઝાલોદ પોલીસ સ્ટેશનમાં પરશુરામ જન્મોત્સવ અને રમઝાન ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ.

પંકજ પંડિત ઝાલોદ

પીએસઆઈ રાઠવા અને પીએસઆઇ રાઠોડના અધ્યક્ષ સ્થાને નગરજનો સાથે મીટીંગ યોજાઈ આજરોજ તા 20/04/2023 ના રોજ કલાક 16/10 થી 16/50 સુધી ઝાલોદ પો.સ્ટે ખાતે સિ.પો.સબ.ઈન્સ જી.બી રાઠવા તથા સેકન્ડ પો.સબ ઈન્સ જે.કે રાઠોડના અધ્યક્ષતામાં આગામી તા 22/04/2023ના રોજ રમજાન ઈદ તથા પરશુરામ જયંતિ તહેવારોની ઉજવણી થનાર હોય જે સંદર્બે ઝાલોદ પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને શૂલેહ શાંતીનો ભંગ ના થાય અને તહેવારોની ઉજવણી શાંતીમય રીતે થાય તે અનુલક્ષીને મુસ્લિમ સમાજના આગેવાન તથા હિન્દુ સમાજના આગેવાનો ઉપરોક્ત તહેવારો ઉજવણી અંગે સૂચનાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ હતી. ઉપસ્થિત સહુ લોકોને ઝાલોદ પોલિસ દ્વારા પરશુરામ જન્મોત્સવ અને રમઝાન ઇદની શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: