ટ્રાયબલ સબપ્લાનના કામો માટે ગરબાડા તાલુકા પંચાયતના મીટીંગ હોલમાં બેઠક યોજાઇ.

વનરાજ ભુરીયા ગરબાડા

ગરબાડા તાલુકા પંચાયતના મિટીંગ હોલમાં આજે નવી નિમણૂક પામેલ ટ્રાઈબલ સપ્લાન ઓફિસર દ્વારા તાલુકાના આગેવાનો ધારાસભ્ય સહિત તમામ આગેવાનો સાથે મીટીંગ યોજી હતી. આ મિટિંગમાં પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અંતર્ગત ચાલુ વર્ષે ક્યા કામો લેવા તે માટે આગેવાનો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સરકારના પરિપત્ર પ્રમાણે ટ્રાઈબલની ગ્રાન્ટમાંથી આંતરિક રસ્તાઓ પાણીના સ્ટોરેજ વધારવા તળાવ ઊંડાના કામો આંગણવાડી તેમજ શિક્ષણના કામો ને પ્રાધાન્ય આપવા દરેક કામગીરી કામોની વિગતો માટે સરપંચો સાથે બેઠક યોજી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: