દાહોદ ના બે વિધ્યાર્થીઓ ગુજરાત સ્ટેટ લેવલ એન.એસ.એસ. માં પસંદગી પામી દાહોદ નું ગૌરવ વધાર્યું…
દાહોદ નુ ગૌરવ
દાહોદ ના બે વિધ્યાર્થીઓ ગુજરાત સ્ટેટ લેવલ એન.એસ.એસ. માં પસંદગી પામી દાહોદ નું ગૌરવ વધાર્યું…√ નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ સંલગ્ન શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના વિદ્યાર્થી તેજસ પ્રવિણકુમાર ઉપાધ્યાય તેમજ નવજીવન આર્ટસ કોમર્સ કોલેજના તેજસ્વિની કિશનભાઇ રોજીયા નું ગુજરાત ના પાટણ ખાતે તારીખ ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ *”એન.એસ.એસ ડે ની ઉજવણી માં”* ગુજરાત સ્ટેટ લેવલ N.S.S. એવૉર્ડ ૨૦૨૦-૨૦૨૧ ના બેસ્ટ એન.એસ.એસ. સ્વયંસેવક તરીકે નિમણુંક થઈ. √ હાલમા જ તારીખ ૧૯-૦૪-૨૦૨૩ ના રોજ ઉચ્ચ શિક્ષણ અધિકારી, રાજ્યકક્ષા મંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાંસેરિયા સાહેબ ના હસ્તે ગુજરાત રાજ્યકક્ષાનો એન.એસ.એસ. એવોર્ડ ૨૦૨૦-૨૦૨૧ સ્વર્ણિમ ભવન ૧ ગાંધીનગર ખાતે આ બન્ને ને એનાયત થયો છે… જે ખુબ જ આનંદ, ખુશી અને ગૌરવ ની વાત છે કે સમગ્ર ગુજરાત માંથી ફક્ત ૧૦ સ્વયંસેવકોની પસંદગી થઈ જેમાં આપણા દાહોદ નું ગૌરવ વધાર્યું છે… તે બદલ તેમને ખુબ ખુબ અભિનંદન અને ઉજ્જ્વલ ભવિષ્ય માટે શુભકામનાઓ…