દાહોદ જિલ્લામાં જુદા જુદા કારણસર બનેલા મારામારીના બે બનાવોમાં બે ઈસમોને ગંભીર ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે.

દાહોદ, તા.રર
દાહોદ જિલ્લામાં જુદા જુદા કારણસર બનેલા મારામારીના બે બનાવોમાં બે ઈસમોને ગંભીર ઈજાઓ થયાનું જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લામાં મારામારીના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ ફતેપુરા તાલુકાના મારગાળા ગામે પામ્યો હતો જેમાં મારગાળા ગામના માળી ફળીયામાં રહેતા નીલેશભાઈ હવસીંગભાઈ તાવીયાડ તથા તેના પિતા હવસીંગભાઈ તાવીયાડ ગતરોજ રાતના દશેક વાગ્યાના સુમારે તેમના ખેતરમાં પાણી વાળતા હતા તે સમયે તેમના ફળીયામાં રહેતા વકલાભાઈ ટીહાભાઈ કામોળ, અરવીંદભાઈ વકલાભાઈ કામોળ તથા રામસીંગ વરસીંગભાઈ તાવીયાડ આવી હવસીંગભાઈ તાવીયાડને બેફામ બિભત્સ ગાળો આપી અગાઉ તમોએ પાણીની પાઈપથી પાણી લાવેલ જે પાણીથી અમારી જમીનમાં ખાડો પડી ગયેલ છે તેમ કહેતા હવસીંગભાઈ એ ખાડો પુરી આપવાનું કહેતા ઉપરોક્ત ત્રણે જણા એકદમ ઉશ્કેરાયા હતા અને અરવીંદભાઈ કામોળે હવસીંગભાઈ તાવીયાડને જમણા હાથ પર લાકડીનો ફટકો મારી હાથ ભાંગી નાખી ગંભીર ઈજા કરી તેમજ રાહુલભાઈ વિક્રમભાઈ નિસરતાએ ગાળો બોલી નિલેશભાઈ તાવીયાડ તથા તેના પિતા હવસીંગભાઈ તાવીયાડને સારવાર પેટે એકપણ પૈસા આપવા નહી દઉ, તમારાથી થાય તે કરી લો કહી ઝઘડો કર્યો હતો.
આ સંબંધે મારગાળા નિલેશભાઈ હવસીંગભાઈ તાવીયાડે સુખસર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવ સંજેલી તાલુકા મથક એવા સંજેલી ગામે બનવા પામ્યો હતો જેમાં સંજેલી ગામના હેમંતકુમાર રમેશભાઈ જયસ્વાલ અને તેમની પત્ની મમતાબેન ગતરોજ સાંજના છ વાગ્યાના સુમારે તેઓની કરીયાણાની દુકાન બંધ કરી ઘરે જતા હતા. તે વખતે તેમના ગામના પ્રતાપસીંહ ઉર્ફે રાજુ રામસીંગભાઈ પરમાર, સાલમસીંહ ઉર્ફે નાનુસિંહ રામસિંહ પરમાર, રમેશભાઈ સાલમસિંહ પરમાર તથા સંગીતાબેન રાજુભાઈ પરમાર એમ ચારે જણાએ મમતાબેનને ઉભા રાખી બેફામ ગાળો બોલી તમો બહારથી આવીને અમારી આગળ કેમ ધંધો કરો છો? તેમ કહેતા મમતાબેને તેઓ ચારેને ગાળો બોલવાની ના પાડી હતી. જેથી ચારે જણા એકદમ ઉશ્કેરાયા હતા. અને ઝપાઝપી કરી લોખંડની પાઈપ તથા ગડદાપાટુનો માર મારી ઈજાઓ કરી હતી. અને જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી હતી.
આ સંબંધે  હેમંતકુમાર રમેશભાઈ જયસ્વાલે સંજેલી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઉપરોક્ત ઈસમો વિરૂધ્ધ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: