એકલવ્ય પ્રવેશ પરીક્ષાની શુભેચ્છા પાઠવતા ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ.મકવાણા
એકલવ્ય પ્રવેશ પરીક્ષાની શુભેચ્છા પાઠવતા ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ.મકવાણા
સંજેલી તાલુકામાં જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ એકલવ્ય તાલીમ વર્ગ સંજેલી છેલ્લા ૧૭ વર્ષથી કાર્યરત છે જેમાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકલવ્ય પરીક્ષા, નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા, કોમન પ્રવેશ પરીક્ષા, શિષ્યવૃત્તિ પરીક્ષા તેમજ સૈનિક પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે આજુબાજુના ગામોમાંથી અનાથ, અપંગ અને અતિ ગરીબ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે માર્ગદર્શન તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે. જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય – નવોદય તાલીમ કેન્દ્રો સંજેલી – મોરા – સુખસરના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણાએ ધોરણ ૫ માં જે વિદ્યાર્થીઓ એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ પ્રવેશ તારીખ 23 એપ્રિલ 2023 ના રોજ પરીક્ષા આપવાના છે તેમને શુભકામના આપવામાં આવી હતી. આપ આ સ્પર્ધાત્મક પરીક્ષા શાંતિથી, મુક્ત મને અને ગભરાયા વિના આપો અને પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવો એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલીના સભ્યો અશ્વિનભાઈ સી. સંગાડા અને રાજુભાઈ એસ. મકવાણા ઉપસ્થિત રહ્યા હતા તેમને પણ દરેક વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભકામના વ્યક્ત કરી હતી અને ન્યુ પાર્થ એજ્યુકેશન ગૃપ સંજેલી – દિલીપ સર દ્વારા અભિનંદન આપવામાં આવ્યા હતા.







