ડાકોરમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨ તથા બીજા અલગ-અલગ કોર્સની ડુપ્લીકેટ માર્કશીટો સાથે ઇસમ ઝડપાયો.
નરેશ ગનવાણી બ્યુરોચીફ નડિયાદ
નડિયાદ એલસીબી પોલીસ પો.ઇન્સ. કે.આર.વેકરીયા ની સાથે પો.સબ.ઇન્સ ડી.બી.કુમાવત તથા એલ.સી.બી સ્ટાફના પોલીસ હાજર હતા દરમ્યાના બાતમી મળેલ કે ડાકોર પોલીસ સ્ટેશન હદના નેશ ગામે રહેતા કિરણભાઇ પ્રતાપભાઇ ચાવડા ધોરણ-૧૦, ધોરણ-૧૨ તથા અલગ – અલગ યુનિર્વસીટીની બી.એ તથા બી.કોમ તથા બીજા અલગ-અલગ કોર્સની ડુપ્લીકેટ માર્કશીટો ગામડાના જરૂરીયાતમંદ માણસો પાસેથી માતબર રકમ લઇ ગેરકાયદેસર રીતે માર્કશીટો બનાવી આપતો હોવાની હકિકત આધારે સ્ટાફના માણસો ડાકોર બસ સ્ટેશનમા વોચમા હતા દરમ્યાન બાતમી હકિકત વર્ણન મુજબનો ઇસમ ખભા ઉપર કાળા કલરનો થેલો ભરાવી ડાકોર ચોકડી તરફથી આવતા ઇસમને કોર્ડન કરી રોકી ને નામ-ઠામ પુછતા પોતે પોતાનું નામ કિરણભાઇ પ્રતાપભાઇ ચાવડા રહે. નેશ માતાવાળુ ફળીયું તા.ઠાસરા જી.ખેડાનો હોવાનુ જણાવેલ. જેથી સદર ઇસમ પાસેના કાળા કલરના થેલામાં તેમજ રહેણાંક મકાનમાં પંચો રૂબરૂ તપાસ કરતા કુલ-૬૦ સર્ટીફીકેટો/માર્કશીટો મળી આવેલ. જેની ખરાઇ કરતા ડુપ્લીકેટ હોવાનુ જાણવા મળતા ઇસમને ડીટેઇન કરી ડાકોર પોલીસ સ્ટેશન ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


