દુઘીયા ગ્રામ પંચાયત નાસરપંચ દ્વારા તલાટી કમ મંત્રી સાથે મારામારી કરતા આવેદન પત્ર આપવામાં આવ્યું.
રમેશ પટેલ
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ દુધીયા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને દુધીયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તલાટી કમ મંત્રી સાથે મારામારી કરતાં આ મામલે દાહોદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા લીમખેડા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી સરપંચ અને ઉપ સરપંચને પદ પરથી દુર કરવાની માંગણી કરવામાં આવી છે.
ગત તા.૧૯મી એપ્રિલના રોજ દુધીયા ગ્રામ પંચાયતમાં તલાતી કમ કમમંત્રી તરીકે ફરજ બજાવતાં ટી.આર.બારીયાને દુધીયા ગ્રામ પંચાયતના સરપંચ કનુભાઈ રમણભાઈ પ્રજાપતિ દ્વારા ૧૫મા નાણાંપંચ યોજના અન્વયે ગ્રામ પંચાયતની સામાન્ય સભા ભર્યા સિવાય બારોબાર દરખાસ્ત કરાવવા તલાટી કમ મંત્રીને બેફામ ગાળો બોલી તેમજ તેમને સાથે મારામારી કરી હતી. વધુમાં જણાવ્યાં અનુસાર, દુધીયા સેજાનો ચાર્જની વ્યવસ્થા કરવા તેમજ ઉપરોક્ત સરપંચ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને સરપંચ પદેથી દુર કરવા માટે લીમખેડા તાલુકા વિકાસ અધિકારીને દાહોદ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા રજુઆત કરવામાં આવી હતી.

