નડિયાદ ઝુલેલાલ સોસાયટી સંત નિરંકારી સત્સંગ ભવન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદ: નિરંકારી મિશનના પૂર્વ માર્ગદર્શક યુગપ્રવર્તક બાબા ગુરબચન સિંહ જી ની સ્મૃતિમાં માનવ એકતા દિવસ આખા વિશ્વભર માં મનાવવામાં આવ્યો. સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ એ કહ્યું કે ‘માનવતા ની સેવામાં પ્રતિપળ સમર્પિત આપણું જીવન હોય અને આવી જ ભાવના થી આપણે જીવન જીવવાનું છે’.
માનવ એકતા દિવસ નિમિતે દેશ ના ૨૭૨ અલગ અલગ સ્થળો પર રક્તદાન શિબિર નું પણ આયોજન કરવામાં આવ્યું, આ જ કડી માં નડિયાદ ના ઝુલેલાલ સોસાયટી જવાહર નગર સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવન પર પણ રક્તદાન થયું, શિબિર નું ઉદ્ઘાટન સદગુરુ માતા સુદીક્ષા જી મહારાજ ના અનુયાયિ શ્રી સોહનબીર બલીયાનજી મહારાજજી એ કર્યું, આ પ્રકારે સદગુરુ માતા સુદીક્ષા જી મહારજજી એ ૨૭૨ શહેરો ના રક્તાન શિબિરો ને તેમણે સામુહિક રૂપ માં પોતાના આશીર્વાદ પ્રદાન કર્યા. સદગુરુ માતા જી એ જણાવ્યું કે બાબા ગુરબચન સિંહ જી ના જીવન તથા તેમની શિક્ષાઓ થી આપણે પ્રેરણા લઇ માનવતાની સેવા માં આપણું મહત્વપૂર્ણ યોગદાન આપીએ. આ ઉપરાંત સદગુરુ માતાજી એ બાબા હરદેવ સિંહ જી ની શિક્ષાઓ ને પણ યાદ કરી કહ્યું કે રક્તદાનના માધ્યમ થી માનવતા ની સેવામાં આપણે આપણું બહુમુલ્ય યોગદાન આપી કોઈક નો જીવ બચાવી શકીએ છીએ. જો આપણે કોઈક કારણોસર શારીરિક રૂપ માં આપણી સેવાઓ નિભાવવામાં અસમર્થ છીએ અને આપણે રક્તદાન પણ નથી કરી શકતા, તો પણ સેવા ની ભાવના સ્વીકાર્ય છે.
સદગુરુ માતા જી એ આગળ કહ્યું કે કિશોરાવસ્થા માં આપણે એ રાહ જોતા કે ક્યારે અમે યુવાવસ્થા માં પ્રવેશ કરશું અને માનવ માત્ર ની સેવા, રક્તદાન ના માધ્યમ થી કરી શકીશું. આવી જ સેવા ભાવના આપણા દરેક માં બની રહે.
યુગપ્રવર્તક બાબા ગુરબચન સિંહ જી એ આધ્યાત્મિક જાગૃતિ ના માધ્યમ થી પરસ્પર ના ભાઈચારા તથા મીલ્વર્તન નું વિશ્વભર માં સંદેશ આપ્યો. સાથે જ સેવા ના પુંજ, સમર્પિત ગુરુ-ભકત ચાચા પ્રતાપ સિંહ જી તથા અન્ય ભક્તો ને પણ આ જ દિવસે સ્મરણ કરવામાં આવે છે. ‘માનવ એકતા દિવસ’ ના આ અવસર પર દર વર્ષે જ્યાં આખા દેશ માં સત્સંગ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે, ત્યાં જ વિશેષત: રક્ત્દ્દન શિબિરો ની વિશાળ શ્રુંખલા નો પણ આરંભ થાય છે જે આખું વર્ષ નિરંતર ચાલતું જ રહે છે. આ અવસર પર સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળ સમાલખા સિવાય પણ આખા ભારતવર્ષમાં લગભગ ૨૭૨ શહેરો માં રક્તદાન શિબિરો નું આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ ૫૦ હજાર યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું. જેમ કે આપણે જાણીએ જ છીએ કે સંત નિરંકારી મિશન હમેશા થી જ માનવીય મુલ્ય ની રક્ષાર્થ માટે કરવામાં આવેલી સેવાઓ માટે પ્રશંસા ને પાત્ર રહ્યું છે અને ઘણા રાજ્યો દ્વારા સમ્માનિત પણ કરવામાં આવ્યું છે. લોકકલ્યાણ માટે આ દરેક સેવાઓ નિરંતર ચાલુ છે. ગાંધિનગર ઝોન ની નડિયાદ શાખા મા મુખી શ્રી નારાયણદાસ સાધવાણી ના નૈતૃત્વમાં ૬૮ યુનિટ નિરંકારી ભક્તો એ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું, રક્ત સંગ્રહ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, નડિયાદ ની ટીમ દ્વારા કરવામાં આવ્યું.