કણજરી ચોકડીપર અજાણ્યા વાહન ચાલકે એક્ટીવાને ટક્કર મારતાં એકનું મોત.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

નડિયાદ નજીક કણજરી ચોકડી નજીક હિટ એન્ડ રનના બનાવમાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે એક્ટીવા ચાલકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત ગ્રસ્ત ફોટોગ્રાફર અને તેનો મિત્ર ઓર્ડર કરી ઘરે પરત ફરતા આકસ્માત થયો છે.  ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.નડિયાદ શહેરના જવાહર નગર વિસ્તારમાં રહેતા ૨૫ વર્ષીય મિતેશભાઇ કનુભાઈ તળપદા પોતે ફોટોગ્રાફીના વ્યવસાય કરે  છે. ગઈકાલે  પોતાના મિત્ર ધર્મેશભાઈ જયંતીભાઈ તળપદા સાથે નડિયાદથી બોરસદ તાલુકાના નાવલી ગામે જવારાના બાધાનો ફોટોગ્રાફીનો ઓર્ડર કરી  મોડી રાત્રે આ ઓર્ડર પુરો કરી બંન્ને લોકો એક્ટીવા  પર પરત  ઘરે આવી રહ્યા હતા. નડિયાદ પાસેના કણજરી ચોકડી નજીક આવતાં રસ્તામાં કોઈ અજાણ્યા વાહને તેમની એક્ટીવાને ટક્કર મારી હતી. વાહન ચાલક ફરાર થઇ ગયો હતો. એક્ટીવા ચાલક મિતેશભાઇ કનુભાઈ તળપદા અને પાછળ બેઠેલા ધર્મેશભાઈ જયંતીભાઈ તળપદા બંન્ને રોડ પર પટકાયા હતા. જ્યારે  ધર્મેશભાઈ જયંતીભાઈ તળપદાનુ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. અને મહેશભાઈને તરત સારવાર અર્થે એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ઈજાગ્રસ્ત મિતેશભાઇ તળપદાની ફરિયાદના આધારે ચકલાસી પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: