માતા અને બાળ તંદુરસ્તી માટે અવેરનેશ શીબીર તેમજ વિશ્વ મેલેરીયા દિવસ ની ઉજવણી કરવામાં આવી.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
જીલ્લા આરોગ્ય અઘિકારીના માર્ગદર્શન હેઠળ માતર તાલુકાના સંઘાણા પ્રા.આ.કે. ના રઘવાણજ ગામમાં માતા અને બાળકની તંદુરસ્તી બાબતે જાગૃતી આવે તે માટે ગુરુશીબીર નું આયોજન હાથ ઘરવામાં આવેલ આ ગુરુશીબીરમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અઘિકારી ડો.વી.એ.ઘુ્વે સર સ્વયં હાજર રહી ઉ૫સ્થીત માતા,બહેનો અને જન સમુદાય ને પ્રેરક માર્ગદર્શન આપેલ. તે માટે યોગ્ય ઉંમરે જ લગ્ન કરવા, પૂરતો સમતોલ આહાર લેવો, કિશોરીઓને શિક્ષીત કરવી. કુટુંબનિયોજનની વિવિઘ બીન કાયમી (નીરોઘ,ઓરલ-પીલ્સ,છાયા,કો૫ર-ટી અંતરા વગેરે) ,કાયમી પ્રઘ્ઘતીઓ(સ્ત્રી ઓ૫રેશન,પુરુષ ઓ૫રેશન ) અપનાવવી, દીકરો-દીકરી એક સમાન , સુવાવડ તો દવાખાનામાં જ કરાવવી. ૧૦૮ એમ્બુલન્સ તથા ખિલખીલાટ વાન નો ઉ૫યોગ,પ્રત્યેક માતા અને બાળક મૂલ્યવાન વગેરે ઉ૫યોગી સલાહ આપી હતી.વઘુમાં આઇસીડીએસ વિભાગ તરફથી સર્ગભા માતા અને ઘાત્રી માતાને મળતી માતુ શકિત, કિશોરીઓને મળતી પૂર્ણા શકિત, તથા બાળકોને બાળ શકિત ભોગ નું વિતરણ કરવામાં આવે છે. જેનો લાભ લઇ કુપોષણ ની સમસ્યા હલ કરી શકાય તેમ છે.આજની કિશોરી આવતીકાલની માતા છે. આ શિબિરમાં જીલ્લા ક્ષય અઘિકારી ડો.દીનેશ બારોટ, જીલ્લા મેલેરીયા અઘિકારી ડો. અલ્પેશ મકવાણા , તાલુકા હેલ્થ ઓફીસર ડો.રીતેશ બેન્કર તથા તાલુકા અને પ્રા.આ.કે. નો આરોગ્ય સ્ટાફ ઉ૫સ્થીત રહેલ. મેલેરીયા શાખા તરફથી મચ્છર ના જીવન ચક્ર તેમજ મેલેરીયા થી બચવાના ઉપાયો વિશે જીવંત પ્રદર્શન યોજવામાં આવેલ. સમ્રગ કાર્યક્રમનું આયોજન પ્રા.આ.કે. સંઘાણા ના મેડીકલ ઓફીસર,સુ૫રવાઈઝર તથા તેમના સ્ટાફ ઘ્વારા કરવામાં આવેલ.અત્રે ઉલ્લેખનીય છે કે જીલ્લામાં વર્ષ ૨૦૨૦ બાદ વાર્ષીક સીંગલ આંકડામાં પોઝીટીવ કેસ નોંઘાયેલ છે. જીલ્લા મેલેરીયા અઘિકારી એ મેલેરીયા થી બચવા ના હાથવગા ઉપાયો જેવા કે મચ્છરદાનીમાં સૂવાનો આગ્રહ રાખવો, વ૫રાશના પાણીના પાત્રો પણ ઢાંકીને રાખવા, તાવ આવેતો તરતજ નજીકના સરકારી દવાખાનામાં લોહીના નમૂનાની તપાસ કરાવવી. જો મેલેરીયા જાહેર થાય તો પૂર્ણ સારવાર લેવી.