ખેડા જિલ્લામાં કુલ ૩૧ સેન્ટર ખાતે ૭૨૬૨ વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા આપશે.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલની અધ્યક્ષતામાં જવાહર નવોદય  વિદ્યાલયની પરીક્ષા યોજવા અંતગર્ત મીટીંગ યોજાઈ તા.૨૯ એપ્રિલ ૨૦૨૩ના દિવસે લેવાનાર ”જવાહર નવોદય પરીક્ષા (JNV)” ની પરીક્ષા ખેડા જિલ્લામાં આવેલ કેન્દ્રો ખાતે લેવાનાર છે. ખેડા જિલ્લામાં કુલ ૩૧ સેન્ટર ખાતે ૩૦૯ બ્લોકમાં ૭૨૬૨ વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા આપશે.આ બેઠકમાં જે.એન.વી પરીક્ષાનું સફળ સંચાલન બાબતે સી.એલ.ઓ, બી.એલ.ઓ, કેન્દ્ર સંચાલકોને પરીક્ષા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. અધિક નિવાસી કલેકટર  બી. એસ. પટેલ એ જણાવ્યું કે પરીક્ષામાં કોઈપણ અગવડતા ન રહે તે માટે ખાસ ધ્યાન દોરવું. ઉપરાંત,  બી.એસ. પટેલે જેએનવી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.આ બેઠકમાં પ્રાચાર્ય  અનીલ કામલે,તેમજ પરીક્ષા માટે નિમણુંક કરવામાં આવેલા સી.એલ.ઓ, બી.એલ.ઓ, કેન્દ્ર સંચાલક ઉપસ્થિત રહ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: