નડિયાદ મામલતદાર કચેરી ખાતે સિનિયર સિટીઝન માટે આયુષ્માન કાર્ડ માટે જરૂરી આવકના દાખલા કઢાવવા માટે કેમ્પ યોજાયો.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

નડિયાદ: ખેડા જિલ્લા સેવા સદન ખાતે સિનિયર સીટીઝન કાઉન્સિલ અને જિલ્લા વહીવટી તંત્ર તથા નડિયાદ શહેર મામલતદાર સમીર પટેલના સંયુક્ત પ્રયાસથી નડિયાદ તાલુકાના સિનિયર સીટીઝનને આયુષ્યમાન કાર્ડ માટે જરૂરી આવક ના પ્રમાણપત્ર આપવામાં આવ્યા. આ કેમ્પમાં જે વ્યક્તિ પાસે આવકના દાખલ ન હોય તેમને સ્થળ પર જ આવકના દાખલા મામલતદારશ્રી  સમીર પટેલ દ્વારા આપવામાં આવ્યા હતા. સિનિયર સીટીઝનને આયુષ્યમાન કાર્ડ દ્વારા તેમને ૫ લાખ સુધીની સહાય મળે છે. આ કેમ્પમાં નડિયાદ શહેરના ૧૮ અને નડિયાદ તાલુકાના ૦૨ લાભાર્થી ને આયુષ્માન કાર્ડ માટે જરૂરી આવક ના પ્રમાણપત્ર કાઢી આપવામાં આવ્યા હતા. આયુષ્માન કાર્ડ બનાવવા માટે જરૂરી આવક ના પ્રમાણપત્ર માટે દસ્તાવેજોમાં રાશન કાર્ડ, આધારકાર્ડ, લાઈટબીલ, બે પંચોના આધારકાર્ડના પુરાવા થકી ખુબ જ સરળતાપૂર્વક આવક ના પ્રમાણપત્ર નીકળી શકે છે. નડિયાદના જિલ્લા સેવા સદન ખાતે માત્ર ૨૩ રૂપિયાની નજીવી ફી ભરી ૨૦ સિનિયર સીટીઝનને સ્થળ પર જ આવક ના પ્રમાણપત્ર  મળી રહેતા અરજદારોએ ખુશીની લાગણી પ્રકટ કરી અને  તેઓએ સરકારની આ યોજનાને તથા આરોગ્ય વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર, મામલતદાર શહેર સમીર પટેલ અને તેમની ટીમની કામગીરીને બિરદાવી આશીર્વાદ આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: