કપડવંજમાં બોગસ સીમ કાર્ડ એક્ટિવ કરાયા,બે સામે પોલીસ ફરિયાદ નોંધાઇ.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

જિલ્લાની એસઓજી  પોલીસે બાતમીના આધારે કપડવંજમાં અંતિસર દરવાજા પાસે આવેલ બે મોબાઇલ દુકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.  બન્ને મોબાઈલની દુકાનમાંથી બોગસ રીતે એક્ટિવ કરેલા અંદાજીત ૬ સીમ કાર્ડ મળી આવ્યાં હતા. જેમાં કિશોરસિંહ વજેસિંહ સોઢાએ ખાનગી કંપનીના સબ એજન્ટ તરીકે ફેબ્રુઆરી ૨૦૨૧ દરમિયાન જોડાઇ પોતાની પાસે કંપનીના સિમકાર્ડ ખરીદી કરવા માટે આવતા ગ્રાહકોની જાણ બહાર આધારકાર્ડનો બીજીવાર ફોટો પાડી ડેમો મોબાઈલ ફોનમાં ઓનલાઈન કસ્ટમર એપ્લીકેશન ફોર્મ (સીએએફ ) ભરી ગ્રાહકના ફોટાની જગ્યાએ અન્ય ઇસમના ફોટાઓ લગાવી સીમકાર્ડ એક્ટિવ કરાવી લેવામા આવતા હતા. આવા બનાવટી સીએએફ ને ઠગાઈ કરવાના ઈરાદે કંપનીમાં ઓનલાઈન વેરીફેકેશન કરાવી એક જ વ્યક્તિનો ફોટો સીએએફ માં અપલોડ કરી કુલ્લે ૨ સિમકાર્ડ અલગ અલગ વ્યક્તિના નામે એકટીવેટ કરી સીએએફ ના આધારકાર્ડ ધારકો સાથે ઠગાઇ કરી આર્થીક ફાયદો મેળવ્યો છે. આથી પોલીસે કિશોરસિંહ વજેસિંહ સોઢા સામે ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે અન્ય ફરિયાદમાં યોગેશભાઇ બાબુભાઇ પટેલ નામના વ્યક્તિએ પોતાની મોબાઈલ દુકાનમા બી.એસ.એન.એલના સિમકાર્ડ ખરીદી કરવા માટે આવતા ગ્રાહકોની જાણ બહાર તેની સાથે વિશ્વાસઘાત કરી ડેમો મોબાઈલ ફોનમાં ઓનલાઈન કસ્ટમર એપ્લીકેશન ફોર્મ (સીએએફ ) ભરી ગ્રાહકના ફોટાની જગ્યાએ પોતાની દુકાને નોકરી કરતા નરેશભાઇ ઇશ્વરભાઇ પરમાર (રહે-લક્ષ્મીપુરા, ગરોડ તા-કપડવંજ જી-ખેડા)નાઓના પાડી સીમકાર્ડ એકટીવ કરાવી લઇ આવી બનાવટી સીએએફ ને ઠગાઈ કરવાના ઈરાદે  કંપનીમાં ઓનલાઈન વેરીફે કેશન કરાવી એક જ વ્યક્તિનો ફોટો સીએએફ  માં અપલોડ કરી કુલ્લે ૪ સિમકાર્ડ અલગ અલગ વ્યક્તિના નામે એકટીવેટ કરી સીએએફ  માં જણાવેલ આધારકાર્ડ ધારકો સાથે ઠગાઇ કરી છે.  પોલીસે યોગેશભાઇ બાબુભાઇ પટેલ ની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: