મહેમદાવાદ તાલુકામાં વાહન બાબતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

મહેમદાવાદના કુણાના વ્યક્તિએ હપ્તે લીધેલ ટ્રક બે વાહન એજન્ટના ભરોશે સુરતના શખ્સને ટ્રક વેચાણ આપી પણ આ શખ્સે હપ્તા ન ભરતા અને ટ્રક પરત  માંગતા ન આપતાં છેતરપિંડીની ફરિયાદ મહેમદાવાદ પોલીસમા નોંધાઈ છે. મહેમદાવાદ તાલુકાના કુણા ગામમાં રહેતા  નરેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ ભટ્ટ જે અમદાવાદ ખાતેની ફાઇનાન્સ ઓફિસમાંથી એક ગુડ્સ વાહન ખુલ્લી બોડીનુ ટ્રક ફાઇનાન્સમાં લીધેલ હતું. જેના કુલ ૪૮ હપ્તાહ હતા. જોકે નરેન્દ્રભાઈને ધંધો યોગ્ય ન લાગતા અમદાવાદના માંગીલાલ નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. કે જે વાહન લે વેચ નો ધંધો કરે છે. અને આ બાબતે નરેન્દ્રભાઈએ માંગીલાલને વાહન વેચાણની વાત કરી હતી. માગીલાલે સુરત મુકામે રહેતા અને વાહન લેવેચનો ધંધો કરતા યાસીનભાઈ શેખ મારફતે નરેન્દ્રભાઈની ટ્રક સુરત શહેર ખાતે રહેતા અકબર અફસાર શેખ નામના વ્યક્તિને વેચાણ આપી હતી. જેમા આ વાહનના લેવેચના ધંધા કરતા માંગીલાલ અને યાસીનભાઈ શેખ સાક્ષી બન્યા હતા. રૂપિયા ૧ લાખ ૫૧ હજાર કેસ નરેન્દ્રભાઇને આપ્યા હતા અને બાકી નીકળતા ફાઈનાન્સના હપ્તા પણ સમયસર ચૂકવી આપવાનુ ૨૩ મી નવેમ્બર ૨૦૧૯ના રોજ નોટરી લખાણ કર્યું હતું. જોકે  હપ્તાની  ભરપાઈ ન કરતા અને વાહનનો પણ કોઈ અતોપતો ન હોવાના લીધે નરેન્દ્રભાઈએ પોતાનું વાહન પરત માગ્યું હતું. પરંતુ  વાહન  પરત ન આપતાં નરેન્દ્રભાઈને પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતા આ મામલે જે તે સમયે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને કોર્ટના હુકમના આધારે આજે વિશ્વાસઘાત બાબતની ફરિયાદ નરેન્દ્રભાઇ ભટ્ટે મહેમદાવાદ પોલીસમાં ઉપરોક્ત ત્રણેય લોકો‌ સામે ફરીયાદ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: