વડાપ્રધાન  ઘ્વા૨ા  મન કી બાતનો ઐતિહાસિક ૧૦૦મો એપિસોડ  ૧૮૦ ઉપરાંત બુથ ઉપર  સામુહિક નિર્દશન કરાશે.

નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ

તા.૩ ઓકટોમ્બર ૨૦૧૪થી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મન કી બાત કાર્યક્રમ ઘ્વા૨ા ભારતના નાગરિકોને અનેક મુદ્દાઓ અને વિચારો સાથે સંબોધિત કરી રહયા છે. દેશના સૌથી વધુ લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતી કાલે તા. ૩૦મી એપ્રિલ, રવિવા૨ે મન કી બાત ના ઐતિહાસિક ૧૦૦મા એપિસોડમાંરેડિયો ધ્વારા દેશના નાગરિકો સાથે જોડાશે.તેને અનુલક્ષી આજે ખેડા જીલ્લા ભાજપ કાર્યાલય,કમલમ્ નડીયાદ મુકામે પ્રત્રકાર પરિષદ યોજાઈ હતી.ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહમભટ્ટે જણાવ્યુ હતુ કે  ખેડા જીલ્લાના ૧૮૫૮ બુથો ૫૨ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના  મન કી બાત  કાર્યક્રમનું પ્રસારણ નિદર્શન થવાનું છે.ખેડા જીલ્લા ભાજપના જીલ્લા,તાલુકા સંગઠનના હોદેદારો સાથે આમજનતા પણ જોડાશે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો  મન કી બાત  કાર્યક્રમ લોકપ્રિય છે. અને છેક છેવાડાના જન ને સ્પર્સતો આ કાર્યક્રમ છે.સામાન્ય જનની સમસ્યાઓ,ઉપલબ્ધિઓને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ અનેક મુદ્દા ૫૨ જાહેર જનતાના અને પોતાના વિચા૨ો રજુ કરર્યા છે.૩૦મી એપ્રિલ ૨૦૨૩ના રોજ રજુ થનારા મન કી બાત  ૧૦૦માં એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૫ વર્ષના ભારતની પરિકલ્પના અને સર્વાગી વિકાસ આધારિત મુદ્દા આવરી લેશે.એવી અપેક્ષા સેવાઈ રહી છે. મન કી બાત કાર્યક્રમના ખેડા જીલ્લા ઈન્ચાર્જ પ્રજ્ઞેશભાઈ પંડયા એ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતુ કે દેશ ભરમાં લગભગ ૨૬૨ રેડિયો સ્ટેશન અને ૩૭૫ જેટલા સામુદાયિક રેડિયો સટેશન ૫૨થી વડાપ્રધાન મોદીનો મન કી બાત  કાર્યક્રમ પ્રસારીત થશે.ખેડા જીલ્લાના ૧૮૦૦થી વધુ બુથ ૫૨ આ કાર્યક્રમની સામુહિક નિર્દશનની વ્યવસ્થા કરાઈ છે.જયાં જેતે વિસ્તા૨ના ધારાસભ્યો,સંગઠનના પ્રમુખો,હોદ્દેદારો અને કાર્યક૨ો જોડાશે. આ પત્રકાર પરિષદમાં ખેડા જીલ્લા ભાજપ મહામંત્રી અમીતભાઈ ડાભી,રાજેશભાઈ પટેલ,જીલ્લા ઉપપ્રમુખ વિકાસભાઈ પટેલ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: