નડિયાદના સીટી જીમખાના સામે આવે આવેલ બેન્કમાં આગ લાગતાં અફડાતફડી મચી ગઇ.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
નડિયાદના સીટી જીમખાના સામે આવેલ કર્મવીર ટાવરમા આવેલ બેંક ઓફ ઇન્ડિયામાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ છે. આજ કોમ્પલેક્ષમા ઉપરના માળે આવેલ હોસ્પિટલમાંથી દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા હતાં આસપાસના રહેણાંક મકાનોમાં પણ ભારે નાસભાગ મચી ગઇ હતી. નડિયાદમાં સીટી જીમખાના મેદાન સામે આવેલ કર્મવીર ટાવરના કોમ્પલેક્ષમાં પહેલા માળે બેંક ઓફ ઇન્ડિયા આવેલી છે. આ બેંકમા શનિવારે સવારે આગ લાગી હતી. બેંક બંધ હોવાથી બેંકના દરવાજા અને બારીમાંથી ધૂમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકોએ બેંકના સત્તાધીશો અને નડિયાદ ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમ ૩ વોટર બ્રાઉઝર લઈને પહોંચી ને પાણીનો છંટકાવ કરી બે કલાકની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી. મહત્વનુ છે કે આ બેંકના ઉપરના માળે હોસ્પિટલ તેમજ રહેણાંક વિસ્તાર છે. આગ લાગતાની સાથે જ સમય સૂચકતા વાપરી હોસ્પિટલમાં દાખલ કરેલા દર્દીઓને સલામત જગ્યાએ ખસેડાયા હતા. ફાયર વિભાગના જણાવ્યા મુજબ આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. આગના કારણે બેંકમાં રહેલા તમામ ફર્નિચર બળીને ખાખ થઈ ગયું હતું. બેંકના અધિકારીઓને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા.સદ નસીબે આગના બનાવમાં કોઈ જાનહાનિ થઇ નથી. પરંતુ ઉપર અને આસપાસ રહેણાંક મકાન હોવાથી થોડા સમય માટે સ્થાનિકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે બેંકમાં લાગેલી આગ એટલી વિકરાળ બની હતી કે, બેંકની અંદરનો લાખ્ખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. જોકે બેંકમાં રહેલી રોકડ રકમને નુકસાન થયું છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરાઈ છે.