દાઉદી વ્હોરા સમુદાયના ધર્મગુરુ ડો. સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ ત.ઉ.શ. દાઉદી વ્હોરા અનુયાયીઓ ની વર્ષોની ઈનેતેઝારી દીદાર ની પ્યાસ છીપાવવા 7 મે ના રોજ કુક્ષી જશે.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ સૈયદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ 7 મેના રોજ ધાર જિલ્લાના કુક્ષીથી નિમાદ યાત્રાનો પ્રારંભ કરશે, આ સમાચાર મળતા સમાજમાં ખુશીની લહેર દોડી ગઈ, દરેક વ્યક્તિ એકબીજાને અભિનંદન આપતા જોવા મળ્યા. , કેટલાક ગળે મળીને મોં મીઠા કરાવતા હતા, તો સમાજના યુવાનોએ ફટાકડા ફોડ્યા હતા, આ દરમિયાન સમાજના તમામ જાહેર સંગઠનો જેમ કે અયાનુલ જમાત, બુરહાની ગાર્ડ્સ, તોલોબ, સબાબુલ ઇદીજાહબી વગેરે સંસ્થાઓના સભ્યો તૈયારીમાં જોડાયા હતા. કોમ્યુનિટીના વડા જૌહર ભાઈ બદરીના નેતૃત્વમાં તૈયારીમાં લાગી ગયા છે સૈયદના સાહેબ 7 મેના રોજ કુક્ષી આવ્યા બાદ કેટલા દિવસ નો મુકામ છે તેની જાણકારી હમણાં મળેલ નથી, કુક્ષી થી દહીં નિસરપુર અને બડવાની તસરીફ લઈ જશે. જેની માહિતી સમાજ મીડિયા પ્રભારી મોહમ્મદભાઈ નિસરપુર દ્વારા ઉપરોક્ત માહિતી આપવામાં આવેલ છે