જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારાસ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે ચિલ્ડ્રન સ્પોર્ટસ ફેસ્ટીવલ યોજાયો.
નરેશ ગનવાણી નડિયાદ બ્યુરોચીફ
વિવિઘ રમતોમાં ૧ થી ૩ નંબર આવેલ તમામ બાળકોને ગોલ્ડન, સિલ્વર તથા કાંસ્ય મેડલ તથા પ્રમાણ૫ત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા રાષ્ટ્રિય જન સહયોગ અને બાળ વિકાસ સંસ્થા (NIPCCD) તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, , નવી દિલ્હી દ્વારા થયેલ સૂચના મુજબ બાળ સંભાળ સંસ્થામાં આશ્રય લઇ રહેલા બાળકો માટે ‘’ ચિલ્ડ્રન સ્પોર્ટસ ફેસ્ટીવલ ‘’ ની ઉજવણી કરવાની સુચના અન્વયે જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એકટ – ર૦૧૫ હેઠળ નોંઘાયેલ બાળ સંભાળ સંસ્થાઓના બાળકોની અંદર રહેલી સુષુપ્ત શકિતઓને ઉજાગર કરીને ખીલવવા માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘’ચિલ્ડ્રન સ્પોર્ટસ ફેસ્ટીવલ‘’ સ્પોર્ટસ ચેમ્પિયનશિ૫ ટુર્નામેન્ટનું સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, નડિયાદ ખાતે તા.૨૯ એપ્રિલ ૨૦૨૩ ને શનિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતૃછાયા અનાથ આશ્રમ, નડિયાદ તથા હિન્દુ અનાથ આશ્રમના ૬૦ બાળકોએ રમતોમાં ભાગ લીધો હતો. અલગ અલગ વયજુથના દિકરા-દીકરીઓ માટે ૧૦૦ મીટર દોડ, ૧૦૦ મીટર ટપા દોડ, લોન્ગ જમ્પ, કબડી, રસ્સા ખેંચ વગેરેની રમતો રમી હતી. બાળ કલ્યાણ સમિતિ નડિયાદના પૂર્વ ચેરમેન તથા હાલ નાયબ નિયામક ૫બ્લિક પ્રોસીકયુટર તરીકે ફરજ બજાવતા રાકેશ રાવના અઘ્યક્ષસ્થાને વિવિઘ રમતોમાં ૧ થી ૩ નંબર આવેલ તમામ બાળકોને ગોલ્ડન, સિલ્વર તથા કાંસ્ય મેડલ તથા પ્રમાણ૫ત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.રાકેશ રાવ દ્વારા બાળકોને રમત ગમતમાં વધુ રસ દાખવવા માટે અને સંસ્થાના બાળકો વિવિઘ રમત ગમતમાં જોડવા તથા શાળા કક્ષાએ પણ વિવિધ રમતોમાં ભાગીદારી નોંધાવવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લા રમત વિકાસ અઘિકારી ડૉ. મનસુખ તાવેથીયાએ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષની કામગીરી અને પ્રવૃતિઓનો પરીચય આપ્યો તથા સંસ્થાના બાળકોને રમત ગમતમાં તમામ સ્તરે મદદ અને માર્ગદર્શનની ખાતરી આપવામાં આવી હતી.આ સ્પોર્ટસ ફેસ્ટીવલમાં બાળ કલ્યાણ સમિતિ નડિયાદ ના ચેરમેન ભુપેન્દ્ર ૫ટેલ, જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારી શકીલભાઇ વ્હોરા, જિલ્લા બાળ સુરક્ષા અઘિકારી મહેશ ૫ટેલ, બાળ કલ્યાણ સમિતિના સભ્ય રાજેન્દ્રપ્રસાદ શર્મા તથા માતૃછાયા અનાથ આશ્રમ અનેહિન્દુ અનાથ આશ્રમના વ્યવસ્થાપકો સહિત તમામ સ્ટાફ તેમજ જિલ્લા બાળ સુરક્ષા એકમ, નડિયાદનો તમામ સ્ટાફ તથા સંસ્થાના તમામ બાળકો હાજર રહ્યા હતા.