ગરબાડા રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે બાઈક ચાલક ડાય વર્ઝન બોર્ડ ન દેખાતા કપચીના ઢગલા પર ચડી જતાં અકસ્માત સર્જાયો.

વનરાજ ભુરીયા ગરબાડા

ગરબાડા માં હાલ દાહોદ ઇન્દોર હાઇવે પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે તે અંતર્ગત રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે નાળાનું કામ ચાલતું હોવાથી તે રોડ બંધ કરી વાહનો ને જવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યો છે ત્યાં ગતરોજ રાત્રીના સમયે એક મોટર સાયકલ ચાલક દાહોદ તરફથી ગરબાડા આવી રહ્યો હતો ત્યારે તેને અચાનક ડાયવર્ઝન બોર્ડ ને રેડિયમ ના હોવાથી રાત્રિના સમયે ડાયવર્ઝન બોર્ડ ન દેખાતા ચાલક બાઈક સાથે સીધો કપચીના ઢગલા પર ચડાવી દેતાં ફંગોળાઈ બાઈક સાથે રોડ પર પટકાતાા ચાલકને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતાં લોકો ના ટોળા ભેગા થયા હતા અને તાત્કાલિક ઇજાગ્રસ્ત ચાલક ને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!